Sunday, December 25, 2022

અમદાવાદ-ગાંધીનગરમાં ઓલિમ્પિક્સ યોજાશે, રિવરફ્રન્ટ-સૌરાષ્ટ્રના દરિયામાં વૉટર સ્પોર્ટ્સ, ભાટમાં ઓલિમ્પિક વિલેજ | Olympics to be held in Ahmedabad-Gandhinagar, water sports in Riverfront-Saurashtra sea, Olympic village in Bhat

અમદાવાદ13 મિનિટ પહેલાલેખક: મૃગાંક પટેલ

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ઓલિમ્પિક્સ 2036ની યજમાની માટે અમદાવાદ દાવેદારી કરશે, ઓલિમ્પિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરજોશમાં તૈયારી શરૂ
  • અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સનાં સફળ અને નિષ્ફળ આયોજનોનો પણ સ્ટડી શરૂ કરી દેવાયો

2036ની ઓલિમ્પિર ગેમ્સની યજમાનીની દાવેદારી માટે અમદાવાદમાં તૈયારી માટેનું ચોક્કસ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. ઓલિમ્પિક્સમાં રમાતી પરંપરાગત 25થી 30 ગેમ્સ અને ગુજરાતની પાંચ ટ્રેડિશનલ ગેમ્સ માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે કેમ અને તે માટે શું કરવું પડે તે અંગે ગેપ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આગામી એકથી બે મહિનામાં ઓલિમ્પ્કિસ માટે અમદાવાદ તૈયાર છે તેવો ક્લેમ કરવા માટે રેડીનેસ, વિલિંગનેસ અને કેપેબિલિટી માટે ખાનગી કંપની કામ કરી રહી છે. નવા વર્ષે 2023માં ક્લેમ કરી દેવાશે. સામાન્ય રીતે 12 વર્ષ પહેલાં ક્લેમ કરવો પડે છે.

ઓલિમ્પિક્સની તમામ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક્સ વિલેજ બનાવવા માટે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. ઓપનિંગ અને કલોઝિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.

જ્યારે વોટર ગેમ્સને રિવરફ્રન્ટ ફેઝ-ટુમાં તૈયાર થઈ રહેલા વોટર બેરેઝમાં યોજવાનું નક્કી કરાયું છે. જગ્યા નક્કી કર્યા પછી હવે અહીં ઓલિમ્પિક્સ માટેનાં ધારાધોરણો ફુલફિલ કરવા શું કરવું પડે અને કેવી વ્યવસ્થા કરવી પડે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગમાં આ અંગેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારનું અમદાવાદમાં આ સ્થળોએ વિવિધ પ્રકારની રમતો યોજવાનું આયોજન

  • રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
  • સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગ્રાઉન્ડ
  • પ્રાઇવેટ સંસ્થાઓનાં ગ્રાઉન્ડ
  • અમદાવાદના સ્પોર્ટ્સ એસોસિયેશનનાં ગ્રાઉન્ડ
  • ગુજરાત ક્રિકેટ એસો.ના સંકુલ
  • વિદેશના સફળ અને ફેલ આયોજનનો પણ અભ્યાસ

અત્યાર સુધી ઓલિમ્પિક્સ જે જે દેશમાં યોજાઈ છે, ત્યાંનાં સફળ આયોજન અને ફેઇલ થયા હોય તેવાં આયોજનનો પણ સ્ટડી કરવામાં આવી રહ્યો છે, જેથી આગામી સમયમાં જ્યારે અમદાવાદ યજમાની માટે ક્લેમ કરે ત્યારે કોઈ પણ પ્રકારની ગેપ રહે નહીં અને અમદાવાદની પસંદગી થાય.

ઓલિમ્પિક વિલેજમાં શું હશે?
મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક ભાટ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે જમીન નક્કી કરવામાં આવી છે. અહીં કોમન સ્પોર્ટ્સ ફેસિલિટી, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટેની ટ્રેક, લીગ મેચો યોજી શકાય તેવા જુદાં જુદાં ગ્રાઉન્ડ્સ પણ ઓલિમ્પિક કક્ષાના તૈયાર કરાશે. અહીં ખેલાડીઓ, ટીમ્સનો ટેકનિકલ સ્ટાફ, કમિટી, ઓફિસ સ્ટાફ રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરાશે. આ માટે કેટલો ખર્ચ થશે તેનો અંદાજ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: