Nidhi Dave, Vadodara: હંમેશા આપણે સરકારી હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધાની અછત પર ધ્યાન વધારે કેન્દ્રિત કરીએ છે. પરંતુ આ જ સરકારી હોસ્પિટલમાં કેટલીક વખત ઐતિહાસીક સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવતી હોય છે.
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં પણ આવું જ કંઇક બન્યું છે. મધ્ય ગુજરાતમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 40 વર્ષિય યુવકના શરીરમાંથી 73 જેટલી ગાંઠો દુર કરાઇ છે. આ સર્જરીએ વિશ્વમાં નોંધાયેલો છેલ્લો રેકોર્ડ તોડ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
40 વર્ષીય યુવાનના શરીરમાં દુ:ખાવો વધતા નિદાન કરાવ્યું
તમારા શહેરમાંથી (વડોદરા)
વડોદરા પાસે આવેલા પાદરા તાલુકાના મુવાલ ગામે 40 વર્ષનો યુવક નગીન દેવજીભાઇ રોહિત રહે છે. છેલ્લા 10 વર્ષથી યુવકના શરીરના વિવિધ ભાગોમાં ગાંઠો થઇ રહી હતી. છેલ્લા બે વર્ષથી ગાંઠો મોટી થતી હોવાનું તેમણે અનુભવ્યું હતું. ગાંઠો મોટી થતી હોવાના કારણે તેની અસર યુવકના શરીર પર પડી રહી હતી અને તેના દુ:ખાવો શરૂ થયો હતો.
યુવકને છેલ્લા એક મહિનાથી પીઠમાં સતત દુ:ખાવો રહેતો હતો. તેની સાથે જ્યારે તે ચાલે ત્યારે તેને પગમાં દુ:ખાવો અનુભવાતો હતો. દિવસેને દિવસે યુવકની પીડામાં વધારો થવા લાગ્યો હતો. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુવકે પાદરામાં તબિબનો સંપર્ક કર્યો હતો. તબિબે યુવકને એસએસજી હોસ્પિટલમાં રીફર કરી દીધો હતો.
2 થી 5 ઇંચની 73 ગાંઠ શરીરમાં હતી
એસએસજી હોસ્પિટલમાં 17 ડિસેમ્બરના રોજ યુવક નગીન રોહિત એડમીટ થયો હતો. બાદ તેની તપાસ હાથ ધરવામાં આવતા તેના શરીર પર બે ઇંચથી લઇને પાંચ ઇંચ જેટલું કદ ધરાવતી 73 ગાંઠ હોવાનું નિદાનમાં સામે આવ્યું હતું.
આ ઘટના એક વિશ્વ રેકોર્ડ છે : તબીબ
ડો. આદિશ જૈનના જણાવ્યા અનુસાર આ ઘટના એક વિશ્વ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં એક જ ઓપરેશનમાં 68 ગાંઠ દુર કરવાનો રેકોર્ડ નોંધાયો છે. આ ઐતિહાસીક સર્જરીમાં ઓપરેશન ટીમમાંથી ડો. આદિશ જૈન, સંદિપ રાવ, અશ્વિન કાનકોટીયા, આલોક હતા. જ્યારે એનેસ્શેસિયા ટીમમાંથી ડો. સ્વાતિ અને ડો. દેવ્યાની હાજર રહ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, SSG Hopital, Vadodara