પાટણ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરમાંથી એ-ડીવીઝન પોલીસે એક બાઇક ચોરને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરેલા ત્રણ બાઇકો કબજે કર્યાં હતા. આરોપીએ પાટણમાંથી બે અને અમદાવાદ, ઊંઝા તથા મહેસાણામાંથી ચોરેલા પાંચ બાઇકોની ચોરીની કબુલાત કરી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ એ-ડીવીઝન પોલીસને મળેલી બાતમી આધારે તેની ટીમે પાટણનાં સાંઇબાબા મંદિર રોડથી મોતીશા ગેટ તરફ એક શખ્સ નંબર પ્લેટ વગરનું બાઇક લઇને આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે મોતીશા ચોકમાં વોચ ગોઠવી હતી ને ઉપરોક્ત બાતમી મુજબનો શખ્સ બાઇક લઇને આવતાં તેને પકડી પાડ્યો હતો. તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ રાકેશભાઇ રેવાભાઇ પરમાર (ઉ.વ. 37) રે. ખારીવાવડી, તા. પાટણવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરાયેલાં બાઇકો મળી આવ્યા હતા. જે અમદાવાદ, મહેસાણા અને ઊંઝા ખાતેથી ચોર્યા હતા અને પાટણ શહેરમાંથી બે બાઇકોની ચોરીની કબુલાત કરી હતી. તેની પાસેથી એક બાઇકની ચાવી પણ કબજે કરી હતી.