Sunday, December 25, 2022

Make a plum cake for Christmas, that too with household ingredients….vnd – News18 Gujarati

Nidhi Dave, Vadodara: નાતાલનો પર્વ એ ખ્રિસ્તી ધર્મનો મહત્વનો તહેવાર છે. આ દિવસે ખ્રિસ્તી લોકો ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરે છે. આજનો દિવસએ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં વાર્ષિક તહેવાર છે. નાતાલના દિવસે જો એક વસ્તું ઘરમાં ન બને તો ખ્રિસ્તી ભાઈ બહેનો તહેવાર અધુરો માને છે. તેઓ આજના દિવસે એક ખાસ કેક બનાવે છે. જેને પ્લમ કેક કહે છે.આ કેકનો ખુબજ મહત્વ છે.ત્યારે આજે આ પ્લમ કેક ઘરે કેવી રીતે બનાવવામાં આવે છે. તે જાણીશું.

વડોદરા શહેરમાં રહેતા ભારતીબેન વાણીયા જેવો લેવિસ ક્યુઝિન નામનું કુકીંગ અને બેકિંગ ક્લાસ ચલાવે છે. એ આજે આપણને બતાવશે કે ઘરમાં વપરાતી સામગ્રીથી કેવી રીતે પ્લમ કેક બનાવી શકાય. અને એમાં પણ ખાસ કરીને ઓવન અને ગેસ એમ બંને પર આ કેક કેવી રીતે બનાવી શકાય છે તે અંગે આહી જાણીશું.

પ્લમ એ ઠંડીમાં ગરમાવો આપે છે. જેથી ખાસ પ્લમની વાનગીઓ શિયાળામાં ખવાતી હોય છે. ત્યારે ક્રિસમસના પર્વમાં  લોકો પ્લમ કેક બનાવી તેનું સેવન કરતા હોય છે. જેથી ઠંડીમાં પણ રાહત મળી રહે. તો આવો જાણીએ પ્લમ કેકમાં કઈ કઈ સામગ્રી વપરાય છે.

પ્લમ કેકની સામગ્રી-

1/4 કપ બટર
1/4 કપ બ્રાઉન સુગર
1 ટેબલ સ્પૂન મધ
1/4 કપ મિલ્ક મેડ
1/2 કપ મેંદો
1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર
1/2 સ્પૂન બેકિંગ સોડા
મસાલાઓ – તજ, ઈલાયચી, જાયફળ, સૂંઠ પાવડર (1/4 ટેબલ સ્પૂન સ્વાદ અનુસાર )
1/4 કપ મિક્સ જ્યુસ
ડ્રાઇ ફ્રૂટ્સ

પ્લમ કેક બનાવવાની રીત-

સૌપ્રથમ તો એક વાસણમાં બટર, બ્રાઉન સુગર, મધ અને મિલ્કમેડને બરાબર એકરસ કરવું. ત્યારબાદ બીજા વાસણમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને
મસાલાઓને ભેગા કરવા. હંમેશા ચાળીને જ પાવડર લેવો જેથી કરીને સોફ્ટ કેક બને.

ત્યારબાદ બીજા વાસણમાં 1/4 કપ મિક્સ ફ્રૂટ જ્યુસ લેવું. એમાં 1 ટેબલ સ્પૂન ખજૂર, અંજીર, કિસમિસ, કાળી દ્રાક્ષ, સ્ટ્રોબેરી અને પ્લમ, ડ્રાઈ કીવી અને મેંગો, પાઈનેપલ, અખરોટ લેવા. મિક્સ જ્યુસમાં બધા ડ્રાઈ ફ્રૂટ્સ ભેળવી દેવા. (કોઈ પણ બીજા જ્યુસ વાપરી શકાય.

બ્રાઉન સુગર અને મધમાં આ મિક્સ જ્યુસ અને ડ્રાઈ ફ્રૂટ્સ ને એકરસ કરી દેવું. ત્યાં સુધી ઓવનને 180 ડિગ્રી પ્રિ-હિટ કરવા મૂકી દેવું. જેની પાસે ઓવન નથી એ લોકો ગેસ પર બેક કરી શકો છો. સૌ પ્રથમ તો જાડા તળિયા વાળું કુકર કે નોનસ્ટિક લેવું. કૂકરની રિંગ અને સીટી કાઢી લેવી. અંદર એક સ્ટીલની ડીસ કે વાટકી મૂકી દેવી. ઢાંકણું ઢાંકી દેવું અને ગેસ ઉપર 6 થી 7 મિનિટ પ્રિ-હિટ કરવું. પછી એમાં કોઈ પણ વાસણમાં બેક કરવા મૂકી શકો. ધ્યાન એ રાખવાનો કે ઓવન કરતા આનો સમય વધારે લાગશે. 50 થી 55 મિનિટ જેટલો સમય લેશે. અને ધીમા તાપે ગેસ રાખવો.

હવે લોટને પણ ભેળવી દેવું અને બરાબર હલાવવું. થોડું જાડુ રહે એ ધ્યાન રાખવું. એમાં 3 ચમચી તૂટીફૂટી નાખવી. સામાન્ય કેક બનાવી એના કરતા આ થોડું જાડુ રહેશે. આમાં જેટલો મેંદો લઈએ એટલા જ પ્રમાણમાં ડ્રાઈ ફ્રૂટ્સ લેવાના.

ત્યાર બાદ 2-3 ટીપા રમ એસેન્સ અને વેનીલા એસેન્સ નાખવું (ફરજીયાત નથી ). ત્યારબાદ નારંગી અને લીંબુની છાલને છીણવું. આનાથી સુગંધ અને સ્વાદ બંને ખુબ જ સરસ આવશે. બરાબર ભેળવી દેવું. તૈયાર થયેલા મિકચરને કોઈ પણ વાસણમાં બરાબર ભરી દેવું. આ કેક ને એક મહિના સુધી ફ્રિજ માં રાખીને ખાઈ શકો છો.

દેખાવ અને સ્વાદ માટે એના ઉપર ચેરી, બદામ , કાજુ, તુટીફૂટી, જેવા ડ્રાઈ ફ્રૂટ્સ વાપરી શકો છો. હવે કેકે બેક થવા માટે તૈયાર છે. હવે કેકેને ઓવનમાં 180 ડિગ્રી પર 45 મિનિટ સુધી બેક થવા દેવું. પ્લમ કેક તૈયાર.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Christmas celebration, Local 18, Vadodara

Related Posts: