Sunday, December 25, 2022

હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા, ઠેર ઠેર તાપણા કરી ગુલાબી ઠંડીની મજા માણી | People shivered in the bone-chilling cold, warmed up everywhere and enjoyed the rosy cold.

પાટણ26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે એકાએક તાપમાનનો પારો ગગડી જતા જોરદાર ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ઠંડીથી બચવા માટે લોકો હવે તાપણા અને ગરમ વસાણા તેમજ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ટોપી અને સ્વેટરનો ઉપયોગ કરવા લાગ્યા છે. તો પ્રાણીઓ પણ આ ઠંડીના કારણે ઠંડીમાં ઠુઠવાઈ જવા પામ્યા છે.

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની મોસમ જામી છે પરંતુ અત્યાર સુધી રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો .ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા અને ત્યારબાદ ઉત્તરમાંથી આવતા ઠંડા પવનો ના કારણે ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો જોવા મળ્યો છે અને ઠંડીનો ચમકારો વધતા જ લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે હવે રાત્રે અને સવારે તાપણા ઓ સળગાવી તેમજ ગરમ વસ્ત્રો પહેરીને અને ગરમ વસાણા આરોગીને ઠંડીથી રક્ષણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ આ ઠંડીને લઈ પ્રાણીઓ પણ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે .હાલ માં પાટણ શહેર માં નીચા માં તાપમાન 11 ડીગ્રી અને ઊંચા માં 31 ડીગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે હજુ થોડાક દિવસો સુધી આવી ઠંડી પડશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે . 31 મી ડિસેમ્બર ના રોજ ઠંડી નો પારો 8 ડીગ્રી સુધી નીચે જવાની સાંભવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: