Tuesday, December 6, 2022
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» ભારતીય ટીમથી દુર સૂર્યકુમાર યાદવ લગ્નના પોશાકમાં મળ્યો જોવા, જુઓ, PHOTO
ડિસે 06, 2022 | બપોરે 12:50
TV9 ગુજરાતી | સંપાદિત: નિરુપા દુવા
ડિસે 06, 2022 | બપોરે 12:50
સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય ટીમથી દુર છે. તેમણે બાંગ્લાદેશ પ્રવાસ પરથી આરામ આપવામાં આવ્યો છે. જેનો ક્રિકેટર પુરો ફાયદો ઉઠાવી રહ્યો છે. સુર્યકુમાર યાદવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે પોતાની પત્ની સાથે જોવા મળી રહ્યો છે.
ખાસ વાત તો એ છે કે, આ ફોટો સૂર્યકુમારની પત્નીએ શેર કર્યો છે. ફોટોને જોઈ એ કહેવું અધરું છે કે, તે કોઈના લગ્નમાં જવા માટે તૈયાર થયો છે પરંતુ કેપ્શનને જોઈ સ્પષ્ટ થાય છે કે, તે તૈયાર કોઈના લગ્નમાં જવા માટે થયો છે.
સૂર્યકુમાર યાદવે લગ્નમાં જવા માટે એક ડિઝાઈનર કુર્તો પહેર્યો છે. જ્યારે તેની પત્ની દેવિશાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. આ બંન્ને પોતાના શાનદાર લુકમાં જોવા મળી રહ્યા છે. અને સાથે તેનો આ ફોટો સૂર્યકુમાર યાદવની બેટિંગની જેમ વિસ્ફોટક છે.
તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવને આરામના નામ પર બાંગ્લાદેશના પ્રવાસ પરથી દુર રાખવામાં આવ્યો છે પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતો જોવા મળશે. તે મુંબઈ માટે બીજા ગ્રુપ સ્ટેજની મેચમાં હાજર રહેશે.
સૂર્યકુમાર આ પહેલા ટી 20 વર્લ્ડકપ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે હતો. તે હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યોછે. તે પોતાની દમદાર રમતના કારણે હવે ટી20નો નંબર વન બેટસમેન પણ છે. (All Photo: Instagram/devishashetty_ and Suryakumar Yadav)