મહિસાગર (લુણાવાડા)30 મિનિટ પહેલા
- કૉપી લિંક

મહીસાગર જિલ્લાના સખી મતદાન મથક હાંડીયા (બાલાસિનોર) ખાતે યુવા મતદાર નેહાબેન મહેરા અને સંધ્યાબેન મહેરાએ પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ બાબતે નેહાબેન મહેરાએ જણાવ્યું હતું કે, મને ખૂશી છે કે, 18 વર્ષ પુરા થતા આજે મતદાન કરવાનો અવસર મળ્યો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાન આપણા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. જેથી અવશ્યપણે મતદાન કરવું જોઈએ.

તો બીજી બાજુ યુવા મતદારોની જેમ વૃદ્ધ મતદારોમાં પણ વોટિંગને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના પર્વની આ ઉજવણીમાં આજે મહીસાગરમાં એક 104 વર્ષના માજી જોડાયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લુણાવાડા તાલુકાના સુતારી ગામે રહેતા 104 વર્ષીય કિશોરબા સોલંકી કે જેઓએ આજે મતદાન કર્યું હતું. કિશોરબા સોલંકી પોતાના પૌત્રોના સહારે મતદાન મથક સુધી પહોંચ્યા હતા અને મત આપીને આ લોકશાહીના પર્વમાં સહભાગી બની મતદાન કર્યું હતું.

આ રીતે દિવસ ભરની મતદાન પ્રક્રિયામાં યુવા વોટરો અને વૃદ્ધ વોટરોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.