ડેડીયાપાડા અને નાંદોદ બેઠકો મતદાન યોજાયુ; સંદેશાની આપ-લે માટે વોકી ટોકીનો ઉપયોગ કરાયો | Polling held for Dediapada and Nandod seats; Walkie talkies were used to exchange messages

નર્મદા (રાજપીપળા)13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતુ. જેમાં નર્મદા જિલ્લાની બંને બેઠકો ડેડીયાપાડા અને નાંદોદ બેઠકો પર પણ પ્રથમ તબક્કામાં મતદાન યોજાયુ હતું. ત્યારે નર્મદા જિલ્લાના કનેક્ટીવીટી વિનાના અને ડુંગરની ઉંચાઈ પર આવેલ ગામોના 30 જેટલા મતદાન મથકો પર સીધા EVM યુનિટ પહોંચાડવા અને કર્મચારીઓને ચાલતા ડુંગર ચઢીને EVM મશિનોને લઈ જવામાં ખૂબ મુશ્કેલી ભર્યું હતું.

જેથી ગ્રામજનોની મદદથી બાઇકો પર કર્મચારીઓ અને EVM બંનેને બાઇકો પર બેસાડી લઈ જવામાં આવ્યા હતા. જોકે આ દુર્ગમ વિસ્તારોમાં યોજાયેલ મતદાન પર ચૂંટણીલક્ષી મતદાન પ્રક્રિયાની નિયત સમયાંતરે જરૂરી આંકડાકીય વિગતો અને અન્ય સંદેશાઓની આપ-લે માટે વોકી ટોકીનો પણ ઉપયોગ કરવમાં આવ્યો હતો.

નર્મદા જિલ્લાના ઝરવાણી, ધીરખાડી, બારખાડી, કમોદિયા સહિત શેડો એરિયાના ગામોના 30 જેટલાં મતદાન મથકોમાં નાંદોદ વિધાનસભા મત વિસ્તારના-17 અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના-13 મતદાન મથકોનો પર બસો છેક મતદાન મથક સુધી જતી નથી. જેથી કર્મચારીઓને બાઇકો પર મતદાન મથકો સુધી લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post