Valsad : વંદે ભારત ટ્રેન સાથે અથડાવાનો સીલસીલો યથાવત ,ઉદવાડા રેલવે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાઇ

વંદે ભારત ટ્રેન  2 મહિનામાં  છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. વંદે ભારત ટ્રેનનો પશુ સાથે અથડાવાનો સીલસીલો યથાવત રહ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે આવેલા ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાય છે. જેના લીધે અન્ય ટ્રેન પણ થોડી વાર માટે મોડી પડી હતી

TV9 ગુજરાતી

| સંપાદિત: ચંદ્રકાંત કનોજા

ડિસે 01, 2022 | 8:29 PM

વંદે ભારત ટ્રેન  2 મહિનામાં  છઠ્ઠી વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. વંદે ભારત ટ્રેનનો પશુ સાથે અથડાવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ગુજરાતના વાપી અને સંજાણની વચ્ચે આવેલા ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક ગાય સાથે ટ્રેન ફરી અથડાય છે. જેના લીધે અન્ય ટ્રેન પણ થોડી વાર માટે મોડી પડી હતી. સામાન્ય મરામત કર્યા બાદ ટ્રેનને 20 મિનિટ બાદ રવાના કરાઈ હતી. ઝડપી પરિવહન માટે મુસાફરી કરતા યાત્રીકા ફરી એકવાર અટવાયા હતા. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની અવારનવાર દુર્ઘટના સામે આવતા તેની છાપ ખરડી રહી છે.

જેમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. ટ્રેનના પ્રારંભના માત્ર 9 દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા હતા. ત્યારબાદ અકસ્માતનો દૌર સતત સામે આવતો ગયો હતો. ટ્રેનનો અકસ્માત સૌથી વધુ પશુઓ સાથે થયો હતો. જેના પર પશુ માલીકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમજ રેલવે પ્રશાસને પણ ટ્રેનનો અકસ્માત રોકવા કાર્યવાહીની વાત પણ કરી હતી. પરંતુ જમીની હકીકત પર કોઈ કાર્યવાહી ન થતા સ્વદેશી વંદે ભારત ટ્રેનની આબરૂનું વધુ એકવાર ધોવાણ થયું હતું.

Previous Post Next Post