નવસારી14 મિનિટ પહેલા
- કૉપી લિંક

- પીપી દારૂવાળાનું સન્માન વ્યારા ખાતે સમારોહમાં વડાપ્રધાનએ કર્યું હતું
નવસારીના મધ્યમાં આવેલ સીતાબાઈ કલોક ટાવર હાલમાં બંધ છે, પણ તેનું મેન્ટેઇનસ પારસી સમાજના પીપી દારૂવાલાને આપવમાં આવ્યું છે. જો કે પીપી દારૂવાલા રોમન કલોક અને એન્ટિક કલોકના રીપેર માટે માસ્ટરી ધરાવે છે. ઘડિયાળ રીપેર કરનાર પીપી દારૂવાલાને દિલ્હી સુધી એન્ટિક ઘડિયાળ રિપેર કરવા બોલાવે છે. વ્યારા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
દૂધમાં સાકરની જેમ ભળી જનારા પારસી સમાજના પીપી દારૂવાલા વ્યવસાયે ટીચર હતા. નવસારીમાં લુન્સીકુઈ મેદાન નજીક આવેલ દિનશા પાર્કમાં પીપી દારૂવાલા તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરમાં એન્ટિક ઘડિયાળનું કલેકશન પણ છે. તેઓ શિક્ષક બાદ હવે ફૂલ ટાઈમ એન્ટિક કલોક રીપેર કરે છે.
સીતાબાઇ કલોક ટાવર અનોખુ
સયાજીરાવ ગાયકવાડના સમયમાં તે વખતના સુબા લક્ષ્મણરાવ જગન્નાથની યાદમાં નવસારી ખાતે લક્ષ્મણ હોલનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને તેમના ધર્મપત્ની સીતાબાઇની યાદમાં લોકોએ પોતાની લાગણીથી ભેગા કરેલા ફંડ માંથી લક્ષ્મણ હોલ ઉપર સીતાબાઇ ટાવર નામનો એક ટાવર ઉભો કરવામાં આવ્યો હતો. જે ટાવર ઉપર લાગેલું ઘડિયાળ નવસારીની જનતાને સમય બતાવવાનું કામ કરી રહ્યું હતું.
વર્ષો બાદ નવસારીની ઓળખ સમાન લક્ષ્મણ હોલ અને સીતાબાઇ ટાવર જર્જરીત અવસ્થામાં આવ્યા બાદ પાલિકા દ્વારા લક્ષ્મણ હોલ અને સીતાબાઇ ટાવરનું સમારકામ કરવામાં આવ્યું હતું, લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ લક્ષ્મણ હોલની પરિસ્થિતિ હાલમાં જર્જરિત જેવી જ છે. નવસારીની ઓળખ સમુ સીતાબાઈ ટાવરનું ઘડિયાળ બંધ અવસ્થામાં છે ત્યારે વિકાસની વાતો કરતા પાલિકાના શાસકો અને વહીવટદારો નવસારીની ઓળખ સમા લક્ષ્મણ હોલ અને સીતાબાઇ ટાવરની જાળવણી કરવામાં પુરવાર થયા છે.
ઘડિયાળ રીપેર કરવી મારો શોખ છે
વર્ષ 1991થી ઘડિયાળ રીપેરનો પાર્ટ ટાઈમ શોખ છે. 2000માં નગરપાલીકાએ મને સીતાબાઇ કલોક ટાવરનું મેન્ટેન્સ માટે ઇજારો આપ્યો હતો. હાલ છત તૂટી જવાથી ઘડિયાળ બંધ છે. હું વ્યવસાયે ટીચર હતો. ઘડિયાળ રીપેરમાં 32 વર્ષ થયાં છે. ભારતના 30 જેટલા રોમન ઘડિયાળનો ઇજારો છે. અમદાવાદમાં 3, વ્યારા, બાજીપૂરા, મથુરા સહિત અન્ય સ્થળોએ ઘડિયાળ રીપેર કરવા જાઉં છું. વડાપ્રધાનના હસ્તે તેમના એક રોમન ઘડિયાળનું લોકાર્પણ પણ થયું હતું. વ્યારા ખાતે વડાપ્રધાનએ તેમનું સન્માન કર્યું હતું.મારો શોખ છે.> પીપી દારૂવાલા, ઘડિયા ળના ડોકટર, નવસારી