Wednesday, December 21, 2022

વલસાડ ધોબીતળાવ પાસે વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ ટેમ્પોમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો | A quantity of wheat and rice was found in a pickup tempo near Valsad Dhobitalav during vehicle checking.

વલસાડ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ સીટી પોલીસની ટીમ ધોબીતળાવ વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન કોસંબા તરફથી શહેરમાં આવતા એક પિકઅપ ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ સીટી પોલીસે અનાજના જથ્થાનું બિલની માંગણી કરતા બિલ મળ્યા ન હતા. જેથી સીટી પોલીસે અનાજનો જથ્થો સરકારી હોવાનું અનુમાન લગાવી પુરવઠા વિભાગની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. હાલ 41(1) ડી મુજબ 631 કિલો ઘઉં અને 1270 કિલો ચોખાનો જથ્થો અને ટેમ્પો મળી કુલ 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ સીટી પોલીની ટીમ નાતાલ પર્વને ધ્યાને રાખીને શહેરમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા સીટી પોલીસના જવાનો દ્વારા કોસંબા રોડ ઉપર ધોબી તળાવ પોલીસ ચોકી પાસે સહિત અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં કોસંબા તરફથી આવતો એક પિકઅપ ટેમ્પો ન. GJ-15-AV-2416ને અટકાવી ચેક કરતા તેમાંથી ઘઉંની 14 ગુણ અને ચોખાની 27 ગુણ મળી આવી હતી. વલસાડ સીટી પોલીસના જવાનોએ અનાજના જથ્થાના બીલની માંગણી કરતા અનાજનો જથ્થો કોસંબા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો પાસેથી રૂ 15 પ્રતિ કિલોના ભાવે ખરીદી ગુંદલાવ ખાતે આવેલી અન્નપૂર્ણા આટા મિલમાં આપવા જતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસ જવાનોને અનાજનો જથ્થો સરકારી હોવાની શંકા જતા ટેમ્પો અને ટેમ્પોમાં 14 ગુણમાં 631 કિલો ઘઉંનો જથ્થો અને 27 ગુણમાંથી 1270 કિલો ચોખાનો જથ્થો અને ટેમ્પો કબ્જે કરી ટેમ્પો ચાલક જય હિન્દ મોરિયાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સીટી પોલીસના જવાનોએ અન્નપૂર્ણા આટા મિલ અને કોસંબા વિસ્તારમાંથી જેના ઘરેથી અનાજનો જથ્થો લાવ્યો તે લોકોને આવતી કાલે જરૂરી પુરાવાઓ સાથે સીટી પોલીસ મથકે બોલાવ્યા છે. પોલીસે અનાજનો જથ્થો અને ટેમ્પો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: