બ્લાઇન્ડ ક્રિકેટરોની ક્ષણિક ખ્યાતિ બાદ અંધકર
પૂર્વ બ્લાઈન્ડ ખેલાડી ભાલાજી ડામોરનો જ દાખલો લઈએ. 48 વર્ષીય ભાલાજીએ દેશને ગૌરવ અપાવ્યું હતું. તેમણે ભારતને 1998માં નવી દિલ્હીમાં યોજાયેલા અંધ પુરુષોના ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું હતું. તેમને ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ ‘મેન ઓફ ધ સિરીઝ’ નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પરંતુ તેમને મળેલી ખ્યાતિ ક્ષણિક હતી. તેઓ આજે મજૂરી કરે છે. પશુઓ ચરાવી જીવન નિર્વાહ કરે છે. તેમને સરકાર અને ક્રિકેટ બોર્ડ તરફથી માત્ર પ્રશંસા સિવાય કઈ મળ્યું નથી.
તેમણે TOI ને જણાવ્યું હતું કે, મારા પ્રદર્શનની ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણન દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, અનામત કેટેગરીમાં પણ સરકારી નોકરી માટે તેમને અવગણવામાં આવ્યા હતા.
ડામોરે વધુમાં કહ્યું કે, તેમણે પાકિસ્તાન સામે 64 રન બનાવ્યા છે અને સાત મેચમાં 14 વિકેટ ઝડપી છે. તે વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો રમી હતી. દેશનું નામ ચમકાવ્યા છતાં આજે તેમના પત્ની પણ બે છેડા ભેગા કરવા મજુરીકામ કરે છે.
બ્લાઇન્ડ ક્રિકેટરોમાં રોષ
ડામરની જેવી જ હાલત અન્ય એક અંધ ક્રિકેટર વિકાસ પટેલની પણ છે. વિકાસ પટેલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસદિયા ગામના છે. તેમણે 2012 અને 2014માં બ્લાઇન્ડ મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ખ્યાતિ મેળવી હતી.
જિલ્લા રમતગમત વિકાસ અધિકારી મઝહર સુથારે જણાવ્યું હતું કે, વિકાસ પટેલે પણ તેમની ટીમના પ્રદર્શનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી અને 2012 માં ભારતને વિશ્વ કપ જીતવામાં મદદ કરી હતી.
તેઓ ગુમનામ જીવન જીવી રહ્યા છે. પોતાના ગામમાં કેબિનમાંથી નાસ્તાના પેકેટ વેચીને જીવનનિર્વાહ કરે છે. તેમની સિદ્ધિઓની અવગણના કરવામાં આવી રહી હોવાથી તેઓ દુઃખી હતા. જેથી તેમણે વિરોધ વ્યક્ત કરવા 2015ના વર્લ્ડ કપમાં રમવાનો ઇનકાર કર્યો હતો.
2017માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે બીજી વખત બ્લાઇન્ડ ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તત્કાલીન કેન્દ્રીય રમત મંત્રી વિજય ગોયલે જાહેર કરેલા 10 લાખ રૂપિયાના રોકડ ઇનામને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેમને સરકાર પાસેથી અંધ ક્રિકેટ માટે સત્તાવાર માન્યતા સહિત વધુની અપેક્ષા હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બ્લાઇન્ડ ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય સુકાની અજય કુમાર રેડ્ડીએ ટીમને માન્યતા આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: T20 world cup, અંધ, ક્રિકેટ