Rajkot East MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર 22782 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉદય કાનગડની 23 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂની હાર થઈ છે.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક
ગુજરાતની રાજકોટ પૂર્વ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉદય કાનગડની 23 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે ઇન્દ્રનીલ રાજગુરુને ટિકિટ આપી રાજકોટ પૂર્વ થી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 498236772 ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ઉદય કાનગડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 11696425 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 9 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાહુલ ભુવાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1904666ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો M.SC.ITકર્યુ છે.
બીજેપીના ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી
વર્ષ 2012માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને જીપીપી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં કોંગ્રેસ નાં ઇન્દ્રનીલ રાજયગુરુ 4286 મતોની લીડ સાથે જીત્યા હતા, જ્યારે ભાજપમાંથી કશ્યપ શુક્લ અને પ્રવીણભાઈ આંબલીયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક કોંગ્રેસના મિતુલ ડોંગા અને ભાજપના અરવિંદ રૈયાણીની ટક્કર થઈ હતી. જેમાં 22782 મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી.
જ્યારે વર્ષ 2021માં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અને તેમના સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યું, ત્યારે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
જાતિગત સમીકરણ
જાતિગત સમીકરણની દ્રષ્ટિએ રાજકોટ પૂર્વની બેઠકને સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં લેઉવા પટેલ, કડવા પટેલ, લધુમતી, દલિત, કોળી, માલધારી સમાજનું પ્રભુત્વ છે. કુલ વસ્તીનાં 100%માંથી લેઉવા પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારોની વસ્તી છે.
રાજકીય સમીકરણ
રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે. રાજકોટ પૂર્વ બેઠક પર કુલ મતદારોની સંખ્યા આશરે 258580 છે. જેમાં આશરે 136972 પુરુષ મતદારો અને 121608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: