રાજકોટ22 મિનિટ પહેલા
ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણે મુખ્ય પક્ષ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેલી જસદણ વિધાનસભા બેઠકની 2022ની સામાન્ય ચૂંટણીમાં ગુરૂ-ચેલા વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં કુંવરજી બાવળીયાએ જંગી જીત હાંસલ કરી હતી. આજે ફરી એ જ સ્થિતિનું સર્જન થયું છે. જ્યાં 16172 મતથી ભાજપના કુંવરજી બાવળીયાની જીત થઈ છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહિલને 45795 મત અને AAPના ઉમેદવાર ભરત ગાજીપરાને 47636 મત મળ્યા છે.
ઓડિયોકલીપ અવરોધ ન બની
નોંધનીય છે કે મતગણતરીના છઠ્ઠા રાઉન્ડમાં જ કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહિલે હારનો સ્વીકાર કરી લીધો હતો. કુંવરજી બાવળીયાને હરાવવા માટે તેમના જ પક્ષના નેતા ગજેન્દ્ર રામાણી લોબિંગ કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ સામે આવી હતી છતાં કુંવરજી બાવળીયાની જીતમાં ઓડિયો કલીપ અવરોધ ન બની તેનું સૌથી મોટું કારણ કોળી વોટબેક છે.

ભાજપના નેતા ગજેન્દ્ર રામાણી – ફાઈલ તસવીર
ઓછું મતદાન છતાં જ્વલંત જીત
ગુજરાતમાં પાટીદારો અને આદિવાસીઓ કરતાં પણ સૌથી મોટી વોટબેન્ક કોળીની છે. કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. સમાજ ભૌગોલિક રીતે કે પરંપરાની દૃષ્ટિએ ભલે વહેંચાયેલો હોય, પણ વોટિંગના દિવસે જો એક બની જાય તો ભલભલાના આસન ડોલાવી શકે. ગુજરાતની સાત કરોડ જનતામાંથી કોળી સમુદાયની વસતિ દોઢ કરોડ, એટલે જ રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. ગયા વખતે કોળીઓએ જ કોંગ્રેસને 77 બેઠક સુધી પહોંચાડ્યા હતા. આ વખતે કોળી મતદારોએ ગયા વખત કરતાં મતદાન ઓછું કર્યું હતું. કોળી મતદારોના પ્રભુત્વવાળી 11 સીટ પર ઓછું મતદાન રાજકીય પક્ષોની ચિંતા વધી હતી છતાં બાવળીયાની જીતથી આજે બધી ચિંતા દુર થઈ
બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા
ઉલ્લેખનીય છે કે ઓડિયો કલીપ કાંડમાં ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ સામે આવ્યું છે.બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા અને જસદણમાં પ્રભુત્વ માટે જંગ હતો પણ જ્યારે બાવળિયાને ભાજપમાં લઇ સીધું મંત્રી પદ આપી દેવાયું અને બોઘરાને બોર્ડના ચેરમેન બનાવ્યા તો મતભેદ ઘટવાને બદલે વધ્યો હતો ત્યારબાદની ચૂંટણીઓમાં જસદણમાં ભાજપના નબળા પ્રદર્શનને લઈને પણ બંને વચ્ચે નિવેદનો વધ્યા હતા.

..એટલે ડો.બોઘરાનો ઉદય થયો
આ મતમતાંતર વચ્ચે પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયું હતું જેમાં ડો. ભરત બોઘરાને પ્રદેશ કક્ષાનો હોદ્દો સંગઠનમાં મળ્યો હતો ત્યારબાદ રૂપાણી સરકારે રાજીનામું આપતા બાવળિયાનું મંત્રી પદ ગયું હતું અને નવી કેબિનેટમાં સ્થાન ન મળતા ડો. બોઘરાનો ઉદય થયો હતો. તેમણે સંગઠનમાં મહત્ત્વની જવાબદારીઓ ઉઠાવ્યા બાદ જસદણમાં અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા અને તેની સામે બાવળિયાએ પણ તે જ કરતા શક્તિ પ્રદર્શન પર વાત આવી હતી.છેલ્લે ડો. ભરત બોઘરાએ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા અને તે કાર્યક્રમ સફળ રહ્યા બાદ હવે જસદણમાં ડો. બોઘરા ફાઈનલ હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે બાવળીયાને ટિકિટ મળતા ચર્ચા પર પૂર્ણ વિરામ લાગ્યો હતો.
પાંચ વખત કુંવરજી બાવળીયા વિજેતા
જસદણ વિધાનસભા 72 બેઠકની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ત્યારે જસદણ બેઠકની ભૂતકાળની ચૂંટણીની વિગતો પણ ઘણી રસપ્રદ છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ચૂંટણી 1962 માં યોજાઇ હતી. ત્યારથી લઈ અત્યાર સુધીમાં કુલ 15 વખત ચૂંટણી યોજાઈ ચૂકી છે. જે પૈકી 4 વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત પાંચ વખત કોંગ્રેસમાંથી કુંવરજી બાવળીયા વિજેતા થયા છે.

કોંગ્રેસ 9 વાર વિજેતા થયું છે
જયારે ભાજપ ફકત 2009 અને 2018 ની પેટા ચૂંટણીમાં વિજેતા થયું છે. કોંગ્રેસ 9 વાર વિજેતા થયું છે અને બે વાર સ્વતંત્ર પાર્ટી વિજેતા થઇ છે. 72 જસદણ વિધાનસભા મત વિસ્તારની બેઠકની ચૂંટણી જાહેર થતા તમામ રાજકીય પક્ષો મેદાને આવી ચુક્યા છે. હાલ જસદણ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ભોળા ગોહિલને ઉમેદવાર તરીકે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના તેજસ ગાજીપરાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આજદિન સુધીમાં જસદણ બેઠક માટે કુલ 40 ફોર્મ ઉપડ્યા હતા.

16172 મતથી ભાજપના કુંવરજી બાવળીયાની જીત થઈ
સાત વખત કોળી ઉમેદવાર વિજેતા
કોંગ્રેસ પક્ષ દ્વારા ભોળા ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને ભાજપે કુંવરજી બાવળીયાને ટિકિટ આપી હતી. ગુરુ-ચેલા સામે ખરાખરીનો જંગ જમવાની વાત પણ સામે આવી હતી. જો કે જસદણ બેઠકમાં 1995, 1998, 2002, 2007 અને 2017 એમ પાંચ ચૂંટણીમાં જીતવાનો કોંગ્રેસના કુંવરજી બાવળીયાનો રેકોર્ડ છે. જસદણ બેઠકમાં આઝાદીથી લઈને આજ સુધીમાં માત્ર બે જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યું છે. જસદણ બેઠકમાં કુલ 15 વખત યોજાયેલી ચૂંટણીમાં ચાર વખત ઈત્તર, બે વખત પટેલ અને સાત વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે.
4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારો ઉમેરાયા
જસદણ વિધાનસભા બેઠક માટે છેલ્લી પેટાચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં છેલ્લાં 4 વર્ષમાં કુલ 24 હજાર નવા મતદારોનો ઉમેરો થયો છે. જસદણ બેઠક માટે ગત ડિસેમ્બર-2018માં યોજાયેલી પેટાચૂંટણીમાં 1,22,180 પુરુષ મતદારો હતા. જેમાં 11,832 મતદારોનો વધારો થતાં અત્યારની ચૂંટણી માટે 1,34,012 મતદારો નોંધાયેલા છે. જ્યારે 1,09,936 સ્ત્રી મતદારો હતા. જેમાં 12,341 મતદારોનો વધારો થતા અત્યારે 1,22,277 મતદારો નોંધાયેલા છે. ગત 2018ની પેટાચૂંટણીમાં સ્ત્રી અને પુરુષ મળી કુલ 2,32,116 મતદારો નોંધાયેલા હતા. જ્યારે અત્યારની ડિસેમ્બર-2022ની સામાન્ય ચૂંટણી માટે કુલ 2,56,289 મતદારો નોંધાયેલા છે.