અવારનવાર દારૂ મહેફીલ જામતાં મહિલાઓનો હલ્લાબોલ
રાજકોટના નિર્મલા રોડની સોસાયટીમાં દારૂ મહેફીલ ઝડપાઇ છે. અહીં નબીરાઓ તિરૂપતિનગર સોસાયટીમાં દારૂની મહેફીલ માણતાં હતાં. સોસાયટીની મહિલાઓએ દારૂની પાર્ટી કરતાં શખ્સોને તેમના ઘરમાં જ પૂરી દીધા હતા. રહીશોએ ઘરની બહાર તાળું મારી નબીરાઓને પુરી દીધા હતા. 8થી વધુ નબીરાઓ દારૂ મહેફીલ માણતા હોવાનો આક્ષેપ છે. 5થી 6 લોકો મહેફીલમાંથી નાસી છૂટ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સોસાયટીમાં અવારનવાર મહેફીલો થતી હોવાની રાવ હતી. જે બાદ નબીરાઓને શબક શીખડાવવા સ્થાનિકોએ પહેલ કરી છે. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટની તિરૂપતિનગર સોસાયટીમાં દારૂ મહેફીલ,નબીરાઓને ઘરમાં પુર્યા
નબીરાઓને શબક શીખડાવવા સ્થાનિકોની પહેલ#NewsUpdates #Gujarat #crime #Rajkot pic.twitter.com/vPkY6Mzuh6— News18Gujarati (@News18Guj) December 25, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Gujarat News, Liquor party, Rajkot News