Sunday, December 25, 2022

પરિવારને આડાસંબંધની ખબર પડતાં જેઠે સંબંધો કાપી નાખ્યાં, પરિણીતા રિવરફ્રન્ટમાં કૂદવા ગઈને અભયમે બચાવી | When the family finds out about the affair, Jeth cuts ties, Women jumps into the riverfront and is rescued by Abhayam.

અમદાવાદ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં મહિલાને પોતાના જેઠ સાથે આડા સંબંધ હતા. આ મામલે પરિવારને જાણ થતાં જેઠે તેના સંબંધો તોડી અને હવે પતિ સાથે પોતાનું જીવન વિતાવે તેમ કહ્યું હતું. છતાં પણ મહિલા પતિ સાથે નહીં પરંતુ પોતાના જેઠ સાથે રહેવાની જીદ પકડી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા માટે પહોંચી હતી. પરિવારને જાણ થતાં તેઓએ મહિલા હેલ્પલાઇન અભ્યમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે જેઠ સાથે ફોન પર વાત ચાલુ રખાવી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી અને ત્યારબાદ મહિલાને બચાવી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાને સમજાવી હતી કે, તે પોતાના પતિ સાથે રહે, પરંતુ તેણે પતિ સાથે રહેવાની ના પાડી હતી. જેથી મહિલાને અને પરિવારને સમજાવટ કરી હતી. છતાં પણ ન માનતા છેવટે તેને જેઠ સામે પોલીસ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી.

અભયમની ટીમ પરિણીતાના જેઠ અને સાસુ-સસરાને મળી
મહિલા હેલ્પલાઇન 181માં પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવ્યો હતો કે, મારે પતિ સાથે નથી રહેવું, મારે મારા જેઠ સાથે રહેવું છે. જો મને નહીં રાખે તો આત્મહત્યા કરી લઈશ. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જ્યાં મહિલાના જેઠ-જેઠાણી અને સાસુ-સસરા ત્યાં મળી આવ્યા હતા. મહિલાને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ તેના જેઠના ફોનમાંથી ફોન કરીને વાત કરતા પોતે સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા માટે પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. હેલ્પલાઇનની ટીમ દ્વારા ફોન ઉપર વાત ચાલુ રખાવી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા અને મહિલાને લેવામાં આવી હતી.

એકસાથે નોકરી કરતાં સંપર્કમાં આવ્યાને મહિલાના યુવક સાથે લગ્ન
અભયમની ટીમે ફોન પર વાત કરી હતી ત્યારબાદ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, આજથી નવ વર્ષ પહેલા મહિલા અને તેના પતિ બંને એક જ જગ્યાએ નોકરી કરતા હતા. જેથી સંપર્કમાં આવ્યા હતા અને એક વર્ષમાં જ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને છ વર્ષનો પુત્ર પણ છે. આજથી બે વર્ષ પહેલાં પતિના મોટા ભાઈ એટલે કે તેમના જેઠ ઘરે આવવા લાગ્યા હતા. પહેલા પતિની હાજરીમાં આવતા હતા, પરંતુ ત્યારબાદ તેમની ગેરહાજરીમાં પણ આવવા લાગ્યા હતા. જેથી બંને વચ્ચે સંબંધો વધ્યા હતા. મહિલા દેખાવડી હોવાથી જે ભાઈની પત્ની પર મોહી પડ્યા હતા. બંને એકલતાનો લાભ ઉઠાવીને શારીરિક સંબંધો બાંધવા લાગ્યા હતા.

પરિણીતાએ કહ્યું- બાળકીનો બાપ જેઠ છે
જેઠના લગ્નને પણ ઘણો સમય થયો હતો અને તેને 15 વર્ષનું બાળક છે. તેની પત્ની એક સરકારી સ્કૂલમાં નોકરી પણ કરે છે. મહિલાને એના જેઠ સાથે સંબંધ હોવાની પરિવારમાં જાણ થઈ હતી. જેથી જેઠે હવે સંબંધો પૂરા કરી અને પોતે પતિ સાથે રહે તેવી વાત કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ત્રણ મહિનાની જે બાળકી છે, તે પણ પોતાના જેઠની જ છે. મહિલા તેના પતિને છૂટાછેડા આપીને તેના જેઠ સાથે જ રહેવાની જીદ પકડી હતી. મહિલાનો પતિ પત્નીની તમામ ભૂલોને માફ કરી અને તેની સાથે રહેવા તૈયાર થયો હતો. પરંતુ અનેક સમજાવટ કરી છતાં પણ તે માની ન હતી. એક નહીં પરંતુ બે પરિવારને આનાથી અસર પડે તેવી સમજાવટ કરી હતી છતાં પણ મહિલા માની ન હતી અને પોતે પોલીસ ફરિયાદ કરવા માંગતી હોવાથી ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: