Monday, December 12, 2022

Rajkot: ગુજરાતની પ્રથમ સરકારી સ્કિન બેંકની થશે શરૂઆત, પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને થશે ફાયદો

આ બેંકમાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ માટે પ્લાસ્ટિક સર્જરી વિભાગના 3 સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબો 3 મેડિકલ ઓફિસર 6 લેબ ટેક્નીશિયન 4  નર્સિંગ સ્ટાફ અને એક મોબાઇલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. આ ઉપરાંત દાનમાં આવેલી સ્કીનની (Skin) સાચવણી કરવા માટે આધુનિક સ્ટોરેજ મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

Rajkot: ગુજરાતની પ્રથમ સરકારી સ્કિન બેંકની થશે શરૂઆત, પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને થશે ફાયદો

ગુજરાતની પ્રથમ સરકારી સ્કિન બેંકની થશે શરૂઆત (સાંકેતિક ફોટો)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ માટે આરોગ્યની સુવિધા અંગે સારા સમાચાર છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પ્રથમ સરકારી સ્કીન બેંક શરૂ થવા જઇ રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગના ચોથા માળે સ્કિન બેંક શરૂ થવા જઇ રહી છે. આ માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરના ત્રણ તજગ્નોની ટીમ રાજકોટ સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇને સમીક્ષા કરી ચૂકી છે અને તેનો રિપોર્ટ સબમીટ થયાના ગણતરીના દિવસોમાં આ બેંક શરૂ થઇ જશે.આ સ્કીન બેંકના કારણે દાઝી ગયેલા અને અકસ્માતમાં ઇજા પામેલા દર્દીઓને આશીર્વાદ રૂપ સાબિત થશે.

સ્કિન બેંકમાં કેવી હશે સુવિધાઓ ?

રાજકોટ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ ટીવીનાઇન સાથે વાતચીતમાં કહ્યુ હતું કે સિવીલ હોસ્પિટલની નવી બિલ્ડીંગના ચોથા માળે તૈયાર કરાયેલી આ બેંકમાં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ માટે પ્લાસ્ટિક સર્જરી વિભાગના 3 સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબો 3 મેડિકલ ઓફિસર 6 લેબ ટેક્નીશિયન 4  નર્સિંગ સ્ટાફ અને એક મોબાઇલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. આ ઉપરાંત દાનમાં આવેલી સ્કીનની સાચવણી કરવા માટે આધુનિક સ્ટોરેજ મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

કઇ રીતે કરશે ઉપયોગ ?

સ્કીન બેંક હાલના સંજોગોમાં ખૂબ જ ઉપયોગી બન્યું છે. અકસ્માત અથવા તો દાઝી જવાને કારણે ચામડીને જે નુકસાન પહોંચ્યું છે તેની સારવાર કરવા માટે પ્લાસ્ટિક સર્જનોની મદદથી આ ચામડીનો ઉપયોગ કરી શકાય છે. કોઇ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ ગણતરીના કલાકોમાં મૃત શરીરમાંથી ચામડી કાઢવામાં આવે છે ત્યારબાદ તેને બેક્ટેરીયા મૃક્ત કરીને સ્ટોરેજ કરવામાં આવે છે અને તેને માઇનસ 6 થી 16 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. આ સ્કીનનું આયુષ્ય 2થી5 વર્ષનું હોય છે.

અગાઉ ખાનગી સંસ્થાએ શરૂ કરી હતી સ્કિન બેંક !

રાજકોટમાં શાસ્ત્રીમેદાન સામે આવેલી રોટરી ક્લબ દ્રારા શરૂ કરવામાં આવી છે. આ બેંકમાં પણ અનેક લોકોએ સ્કિન ડોનેટ કર્યું છે. આ ખાનગી બેંક બાદ હવે સરકારી બેંક શરૂ થવાને કારણે સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને લાભ મળશે.

Related Posts: