મોરબી30 મિનિટ પહેલા
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તા.14થી 20 સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે.

જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમપલેટનું વિતરણ કરીને જન જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જન જાગૃતિ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને શહેરના મુખ્યમાર્ગો પર ફરીને ભક્તિનગર સર્કલ પહોચી હતી. લોકો વીજળીની બચત કરે તે માટે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…