વડોદરા13 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
શહેરના બાપોદ વિસ્તારમાં સંજય પટેલ નામના કોન્ટ્રાક્ટરે સપ્ટેમ્બર 2020થી તેની ઓફિસમાં નોકરી કરતી યુવતીને સરકારી નોકરી અપવવાનું કહી નોકરીની ટ્રેનીંગ પાલનપુર ખાતે હોવાનું કહી પાલનપુર લઇ જઇ ત્યાં એક હાઇવે પરથી હોટલમાં રાખી મરજી વિરૂદ્ઘ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ સંજયે તેની પત્ની સાથે છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી તેની માંગમાં સિંદુર પુરી શરીર સંબંધ બાધ્યા હતા. આમ યુવતીને ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવા મામલે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ સંજય પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
કારેલીબાગમાં 1. 60 લાખની ઘરફોડ ચોરી
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સોસાયટીમાં રહેતા નિખિલભાઇ શાહ ગત રાત્રે ઘરના દરવાજાને તાળુ મારી ઘરના પહેલા માલે સુઇ ગયા હતા. સવારે પડોશીએ ફોન કરી નિખિલ શાહને જણાવ્યું હતું કે તમારા ઘરનું તાળું તૂટેલું છે. ઘરમાં તપાસ કરતા તિજોરીનું તાળું તૂટેલું હતું અને સામાન વેર વિખેર હત. તેમજ તિજોરીમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ 30 હજાર ચોરાઇ ગઇ હતી. કારેલીબાગ પોલીસે આ મામલે 1 લાખ 60 હજારના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધી છે.
ગોત્રીમાં રેલવેના નિવૃત્ત કર્મચારીના ઘરમાં 4 લાખ ઉપરાંતની ચોરી
શહેરના ગોત્રી વિસ્તારની ગંગોત્રી ગ્રીન સોસાયટીમાં રહેતા બંસીલાલ નારાયણ પાટીલ રેલવેમાં ઇલેક્ટ્રીક લોકોશેડ યાર્ડમાંથી નિવૃત્ત થયેલા છે. તેઓ ઘરને તાળુ મારી પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા. દરમિયાન પડોશીએ ફોન કરી જણાવ્યું હતું કે તેમના ઘરમાં ચોરી થઇ છે. ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના તથા 20 હજારની રોકડ મળી કુલ 4 લાખ 77 હજારનો મુદ્દામાલ ચોરાઇ ગયો હતો. આ મામલે ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
વાડીમાં મહિલાના પર્સમાંથી સવા લાખની ચોરી
શહેરના ડભોઇ રોડ પર આવેલ રત્નદીપ ગ્રીન્સમાં રહેતા શ્રદ્ઘાબેન પટેલ ગત 20 ડિસેમ્બરના રોજ એમ.જી.રોડ પર ખરીદી કરવા માટે ગયા હતા. દરમિયાન ચકાભાઇ જ્વેલર્સની સામે કારમાં બેસવા જતાં હતા ત્યારે તેમના મોટા પર્સમાંથી મોબાઇલ કાઢવા જતાં નાનું પર્સ ચોરાઇ ગયું હતું. પર્સમાં સવા લાખ રૂપિયા હતા. જેથી કોઇ અજાણી વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવ્યાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.