પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

દરીયાઇ માર્ગેથી થતા ગુના અટકાવવા માટે તેમજ આંતરિક સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં લેવાઈ છએ. રાજ્યમાં નશીલા પદાર્થોનો વ્યાપ વધતો રોકવા પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ, જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા, પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી. ધાંધલ્યાને સુચના આપવામાં આવેલી છે.

સ્નીફર ડોગની મદદથી ચેકિંગની હાથ ધરાયો
જે સુચનાના આધારે નાર્કોટીક્સ અને એક્ષ્પ્લોઝીવની તપાસ હાથ ધરી શકાય તે માટે 2 સ્નીફર ડોગ પોરબંદર ખાતે મંગાવી પોરબંદર વિસ્તાર, રેલ્વે સ્ટેશન, એસટી બસ સ્ટેશન, જેટી, અસ્માવતી ધાટ તથા સામા કાંઠા વિસ્તારમાં ફીશીંગ કરીને આવેલી બોટો તેમજ પીલાણાની સઘન રીતે સ્નીફર ડોગ દ્વારા નાર્કોટીક્સ લગત તથા એક્ષપ્લોઝીવ લગત વસ્તુઓનું ચેકીંગ હાથ ધરવામાં આવેલું હતુ. મચ્છીના દંગાઓ, લેન્ડીંગ પોઇન્ટ, વાઇટલ ઇન્સ્ટોલેશન પોઇન્ટ તથા ડ્રગ્સ પેડલરના રહેણાંક મકાનો પર સ્નીફર ડોગનો ઉપયોગ કરી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી.

આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ધાંધલ્યા તથા એએસઆઇ કે.બી. ગોરાણીયા, એમ.એચ. બેલીમ તથા પો.હેડ કોન્સ્ટેબલ સરમણ સવદાસ, રવી ચાંઉ, હરદાસ ગરચર, મોહીત ગોરાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સમીર જુણેજા, વિપુલ બોરીચા, સંજય ચૌહાણ, ભીમા ઓડેદરા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો. ડોગ હેન્ડલર આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રીસ ચોટીયારા તથા વિરભદ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.

