Wednesday, December 28, 2022

Rashifal 2023: નવા વર્ષે રાશિ પ્રમાણે પહેરો કપડાં, આખું વર્ષ થશે ધનનો વરસાદ, જાણો તમારા માટે કયો રંગ યોગ્ય

Rashifal 2023: નવું વર્ષ 2023 શરૂ થવામાં થોડો જ સમય બાકી છે. સૌ કોઈ નવું વર્ષ મંગલકારી રહે તેવી આશા રાખીને બેઠા છે. તમે ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે નવા વર્ષનો પહેલો દિવસ આખા વર્ષની સ્થિતિ જણાવે છે. એટલેકે જેમ વર્ષનો પહેલો દિવસ હશે, બાકીના દિવસો પણ લગભગ એ જ રીતે પસાર થશે. આ તો માત્ર એક ધારણા છે, પણ આને ધ્યાનમાં રાખીને પ્રથમ દિવસ થોડો સારો બનાવવાનો પ્રયત્ન કરીએ તો એમાં કોઈ વાંધો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રાશિ પ્રમાણે શુભ રંગના કપડાં પહેરવાથી વ્યક્તિનો દિવસ સારો પસાર થાય છે. જો તમે ઈચ્છો છો કે મા લક્ષ્મીનો આશીર્વાદ આખું વર્ષ તમારી સાથે રહે તો નવા વર્ષના પહેલા દિવસે તમારી રાશિ પ્રમાણે શુભ રંગના કપડાં પહેરો.

મેષ –

મેષ રાશિના લોકો માટે લાલ રંગના કપડાં શુભ માનવામાં આવે છે. આ રંગના કપડાં પહેરવાથી તમારો દિવસ શુભ રહેશે. મેષ રાશિના લોકોએ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વૃષભ –

વૃષભ રાશિના લોકો માટે સફેદ, ગુલાબી અને ક્રીમ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. તેથી, 1 જાન્યુઆરી, 2023ના રોજ તમારે ફક્ત આ રંગના કપડા પહેરવા જોઇએ. આ રાશિના જાતકોએ લાલ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ

મિથુન –

મિથુન રાશિના લોકો માટે લીલા રંગના કપડાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રંગના કપડાં પહેરવાથી તેમની સર્જનાત્મકતા વધે છે. જો આ રાશિના લોકો વર્ષના પહેલા દિવસે લીલા રંગના કપડા પહેરે છે તો તેમનું ભાગ્ય આખું વર્ષ ચમકશે.

કર્ક –

નવા વર્ષ પર પીળા અને લીલા રંગના કપડા પહેરવાથી કર્ક રાશિના લોકોનું નિદ્રાધીન નસીબ જાગી શકે છે. આ શુભ રંગ તમારા અટકેલા કાર્યોમાં સક્રિયતા લાવે છે. કર્ક રાશિના લોકોએ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

સિંહ-

સિંહ રાશિના લોકોએ વર્ષના પ્રથમ દિવસે લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. જો કે આ રાશિના લોકો પીળા કે સોનેરી રંગના કપડાં પણ પહેરી શકે છે. તમે આમાંથી કોઈપણ રંગના કપડાં પહેરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

કન્યા –

કન્યા રાશિના લોકોએ વર્ષના પ્રથમ દિવસે આછો વાદળી, આછો ગુલાબી અથવા લીલો રંગ પહેરો તો સારું રહેશે. આ રંગો ફક્ત તમારા વ્યક્તિત્વને જ નિખારશે નહીં, પરંતુ તમારું નસીબ પણ તેજ કરશે. આ રાશિના લોકોએ વર્ષના પહેલા દિવસે લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ.

તુલા –

તુલા રાશિના લોકો માટે વાદળી રંગ સૌથી શુભ માનવામાં આવે છે. જો તમે વર્ષના પહેલા દિવસે આ રંગ પહેરશો તો આખા વર્ષ દરમિયાન તમારા માટે પ્રગતિ અને સિદ્ધિના દ્વાર ખુલ્લા રહેશે. તમારે કાળા, સફેદ કે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

વૃશ્ચિક –

1 જાન્યુઆરી, 2023ના રોજ જો વૃશ્ચિક રાશિના લોકો મરૂન અથવા લાલ રંગના કપડાં પહેરે તો દિવસ સારો રહેશે. આ બંને રંગ તમારા બંધ નસીબના દરવાજા ખોલી શકે છે. તમારે લીલા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

ધન –

ધન રાશિના લોકોએ પીળા કે કેસરી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગના કપડાં પહેરવાથી તમારી સફળતાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ આપમેળે દૂર થઈ જશે. તમારે તેજસ્વી લાલ રંગના કપડાં કે કાળાં રંગ ના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

કુંભ –

કુંભ રાશિના લોકો માટે જાંબલી અને વાદળી રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રંગના કપડાં પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ સમૃદ્ધિમાં રહે છે. આ રાશિના લોકોએ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

મીન –

મીન રાશિના લોકોએ વર્ષના પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આ રાશિના લોકો માટે આ રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રાશિના લોકોએ લાલ કે કાળા કપડા પહેરવાનું ટાળવું જોઈએ.

First published:

Related Posts: