- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- In The Hatkeswar Mahadev Temple Of Prime Minister’s Hometown Vadnagar, Prayers Were Offered With Wishes For Hirab’s Speedy Recovery.
મહેસાણા22 મિનિટ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત બગડતાં મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાત્કાલિક અમદાવાદમાં આવી પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં હીરાબાના ખબર-અંતર પૂછ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ હીરાબા જલદી સ્વસ્થ થાય એવી કામના સાથે રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરના હાટકેશ્વર મહાદેવ ખાતે હીરાબા જલદી સ્વસ્થ થાય એ માટે પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. હીરાબાની તબિયત ઝડપથી સુધારા પર આવે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ભૂદેવો દ્વારા વિશેષ પૂજા-અર્ચના શરૂ કરાઇ
વડનગરમાં હીરાબા માટે વિશેષ પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. વડનગર કે જ્યાં વડાપ્રધાન મોદી પોતાની માતા અને તમામ ભાઈઓ સાથે અહીંયા રહેતા હતા, ત્યાં વિશેષ પૂજા-અર્ચના મહામૃત્યુંજયનો પાઠ અને રુદ્રાભિષેક શરૂ કરવામાં આવ્યો છે. ભૂદેવો દ્વારા વિશેષ પૂજા-અર્ચના શરૂ કરાઇ છે. વડનગરના મહાદેવ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવી રહી છે. હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના શરૂ કરાઈ છે.
વડાપ્રધાને પણ અમદાવાદ પહોંચી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. આ અંગે સમાચાર મળતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય (ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યારબાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે 4 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી.