t20 મેચમાં કે એલ રાહુલ, રોહિત શર્મા તેમજ વિરાટ કોહલી ને આરામ આપવામાં આવ્યો છે. ગઈકાલે જે ટીમની જાહેરાત કરવામાં આવી તેમાં ટી 20 ટીમ માટેના કપ્તાન તરીકે હાર્દિક પંડ્યા, વિકેટકીપર તરીકે ઈશાન કિશન, વાઇસ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: David Warner: બેવડી સદીની ઉજવણીમાં ફોર્મમાં આવી ગયો ક્રિકેટર, ઇજાગ્રસ્ત થઈને મેદાન બહાર ગયો, જુઓ VIDEO
ઉલ્લેખનીય છે કે ત્રીજી જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચેની t20 શ્રેણીનો પ્રારંભ થવાનો છે. જે શ્રેણીનો એક મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પણ રમાવાનો છે. જે આગામી સાતમી જાન્યુઆરીના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમ રાજકોટ આવશે ત્યારે સંભવતઃ ટીમ શ્રીલંકાને હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવશે. જ્યારે કે ટીમ ઇન્ડિયાને હોટલ સયાજી ખાતે ઉતારો આપવામાં આવશે. તેમજ મેચના આગલા દિવસે એટલે કે છઠ્ઠી જાન્યુઆરીના રોજ બંને ટીમ નેટ પ્રેક્ટિસ તેમજ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે.
ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા ચાર જેટલા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચ રમી ચૂક્યું છે. જે પૈકી ત્રણ મેચમાં ટીમ ઇન્ડિયા નો વિરોધી ટીમની સામે વિજય થયો છે. જ્યારે કે માત્ર એક જ મેચ ટીમ ઇન્ડિયા હાર્યું છે. આમ, અત્યાર સુધી આ મેચ પર ટીમ ઇન્ડિયા નું પલડું ભારે રહ્યું છે. તેમજ આ મેદાનની પીચ બેટિંગ પીચ હોવાનું પણ અત્યાર સુધીના રેકોર્ડમાં સામે આવ્યું છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: India vs Sri Lanka, T20 match, ક્રિકેટ, રાજકોટ