સાદા ઢોસા, મસાલા ઢોસા, ઇડલી સંભાર, મેંદુ વડા, કલ્લુ ઢોસા મળે
સિંથામણી ઢોસા સેન્ટરમાં સાઉથ ઇન્ડિયાના અન્ના જ બધી વેરાયટી બનાવે છે. જેથી અહીંયા શહેરીજનોને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયાનો સ્વાદ મળશે. સિંથામણી ઢોસા સેન્ટરના સાધના ચૌહાણે જણાવ્યું હતું કે,
અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અમે 6 મહિના પહેલા જ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. વડોદરામાં રહીને પણ લોકો ઓથેન્ટિક ઢોસાનો સ્વાદ લઈ શકે એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અહીં સાદા ઢોસા, મસાલા ઢોસા, ઇડલી સંભાર, મેંદુ વડા, કલ્લુ ઢોસા મળે છે.
તમારા શહેરમાંથી (વડોદરા)
કલ્લુ ઢોસા એ તમિલનાડુની ખાસિયત છે
અહીં કલ્લુ ઢોસા સ્પેશિયલ છે. કલ્લુ ઢોસા એ તમિલનાડુની ખાસિયત છે. આ ઢોસા વડોદરામાં બીજે ક્યાંય નહીં મળે, ફક્ત અહીં જ ખાવા મળશે. અહીં લોકોને ખવડાવના ઉદેશ્ય સાથે ઓછો ભાવ પણ રાખવામાં આવ્યો છે.
તથા અહીં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. 5 કિલોમીટરના અંતરમાં હોય તો ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવે છે.
60 રૂપિયામાં સાદા અને મસાલા ઢોસા
અહીં કોમ્બો સુવિધા ઉપલબ્ધ છે જેમાં, 60 રૂપિયામાં સાદા અને મસાલા ઢોસા, 80 રૂપિયામાં 1 ઈડલી, 1 વડા, સાદા ઢોસા, મસાલા ઢોસા અને કલ્લુ ઢોસા મળે છે. અને ખાસ કરીને 100 રૂપિયામાં તો તમે કોઈ પણ ઢોસા અનલિમિટેડ ખાઈ શકો છો.
સરનામું: સિંથામણી ઢોસા સેન્ટર, અટલાદરા સ્વામિનારાયણ મંદિરની પાસે, પ્રેમવતીની સામે, પાદરા રોડ, વડોદરા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર