કચ્છ (ભુજ )6 મિનિટ પહેલા
- કૉપી લિંક

પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે માછીમારી કરતી બોટમાંથી પડી જવાના અવારનવાર બનાવ બનતા રહે છે. ત્યારે ગત તાં. 25ના રોજ, વલસાડના ઉમરગામનો 65 વર્ષીય વૃદ્ધ ખલાસી ચામુંડા કૃપા નામની માછીમારી બોટમાંથી અકસ્માતે દરિયામાં પડી જતા ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ ચાર દિવસ બાદ આજ રોજ મળી આવતા નલિયા સરકારી દવાખાને પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નલિયા પોલીસે અકસ્માતે મોતની ઘટનાની પ્રાથમિક નોંધ કરી આગળની તપાસ જખૌ પોલીસને હવાલે કરી છે.
આ અંગે નલિયા પોલીસમાં દાખલ જાણવા જોગ અનુસાર મૂળ બલસાડના પટલારા-મરોલી ગામનો અને હાલ જખૌ બંદર ખાતે રહેતો 65 વર્ષીય ભચું દેવરામ કોલી નામનો ખલાસી ગઈ તા. 25ના ચામુંડા કૃપા નામની માછીમારી બોટમાં હાજતે માટે ગયો હતો આ વેળાએ અચાનક તેનો પગ લપાસતા તે દરિયામાં પડી ગયો હતો અને ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ આજ રોજ મળી આવતા નલિયા સરકારી દવાખાને પોસમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે નોંધ કરી આગળની તપાસ જખૌ પોલીસને સોંપી છે.