Header Ads

Departure timings of six trains will be changed at Vadodara station vnd – News18 Gujarati

Nidhi Dave, Vadodara: વડોદરા સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા મંડળના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે,આ ફેરફાર ડીઝલ લોકોથી ઈલેક્ટ્રિક લોકો લગાવવા અને વડોદરા સ્ટેશન પર ટ્રેનોનું દબાણ ઓછું કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

ટ્રેનના ઉપડવાના સમયમાં બદલાવ થવાના કારણે આવનારા સમયમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી પડે નહીં, તેથી પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આજરોજ ટ્રેન નંબર સહિત ટ્રેનનું સ્થળ અને સમય જાહેર કરવામાં આવ્યા છે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

1- ટ્રેન નંબર 22653 તિરુવનંતપુરમ – હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 08 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 09 : 18 વાગ્યાનો રહેશે.

2- ટ્રેન નંબર 22654 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો તારીખ 09 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી પ્રસ્થાનનો સમય 18 : 18 વાગ્યાનો રહેશે.

તમારા શહેરમાંથી (વડોદરા)

3- ટ્રેન નંબર 22633 તિરુવનંતપુરમ – હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટનો 05 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 23 : 59 વાગ્યાનો રહેશે.

4- ટ્રેન નંબર 22634 હઝરત નિઝામુદ્દીન – તિરુવનંતપુરમ સુપરફાસ્ટનો 06 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશન થી ઉપડવાનો સમય 10 : 58 વાગ્યાનો રહેશે.

5- ટ્રેન નંબર 22659 કોચૂવેલી – યોગ નગરી ઋષિકેશ સુપરફાસ્ટનો તારીખ 07 જાન્યુઆરી 2023થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 17 : 11 વાગ્યાનો રહેશે.

6- ટ્રેન નંબર 22660 યોગ નગરી ઋષિકેશ-કોચૂવેલી સુપરફાસ્ટનો તારીખ 10 જાન્યુઆરી 2023 થી વડોદરા સ્ટેશનથી ઉપડવાનો સમય 01 : 18 વાગ્યાનો રહેશે.

યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે,કૃપા કરીને તમારી યાત્રા દરમિયાન ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખો, જેથી યાત્રા દરમિયાન મુશ્કેલી ન પડે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Indian railways, Local 18, Time Table of Train, Vadodara

Powered by Blogger.