80,000 સ્વયંસેવકોને જોઇને હું પ્રમુખસ્વામી મહારાજનો તેમના માટેનો પ્રેમ જોઈ શકું છું. આપણાં ઘરમાં કોઈ વ્યક્તિને દાખલ કર્યાં હોય ત્યારે હોસ્પિટલમાં દર્દી જોડે રહેવા માટે કોઈ તૈયાર નથી હોતું. પરંતુ અહીં 80,000 સેવકો નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા આવ્યા છે. એ જ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાનો પરિચય કરાવે છે.
બાળ નગરી એ સાચા અર્થમાં સંસ્કાર નગરી છે. કારણકે ત્યાં મનોરંજનની સાથે સંસ્કાર આપવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજનું હૃદય એ માતૃહૃદય હતું. કારણ કે તેમના વ્યવહારમાં ક્યારેય ભેદભાવ જોવા મળ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર દુનિયાના ખૂણે ખૂણે કર્યો છે અને દેશ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.
પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા 1241 મંદિરો એ હસ્તકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. હું 24 વર્ષ પહેલાં લંડનમાં પ્રમુખસ્વામી મહારાજને મળેલો ત્યારથી મને મનાયું છે કે તેઓ સાક્ષાત્ દેવ માણુષ છે.
ડો. કલામ સાહેબ પૃથ્વી પર હોત તો મને કહેત કે પ્રમુખસ્વામી મહારાજ તમારા રક્ષક છે
CSIR – ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્લેટિનમ જ્યુબિલી મેન્ટર અરુણ તિવારી એ જણાવ્યું કે જ્યારે બધું અકલ્પનીય અને અદ્ભુત હોય ત્યારે બધા એમ કહે કે આ સાચું છે કે સ્વપ્નું? એ જ રીતે મને આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને પણ એમ જ થાય છે કે આ સપનું છે કે સચ્ચાઈ?ડોક્ટર કલામ સાહેબે પ્રમુખસ્વામી મહારાજે આપેલા મયૂર મુદ્રા અને હાથી એ છેલ્લા શ્વાસ સુધી પોતાની પાસે રાખી હતી. કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને ડોક્ટર કલામ સાહેબ વચ્ચેનો પ્રેમ અનોખો હતો. મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ ખુદ શાસ્ત્ર સમાન સંત હતા.
પરંતુ કલામ સાહેબે મને કહ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ હજારો લાખો લોકોની જીવન નૈયાના નાવિક હતા. ડોક્ટર કલામ સાહેબના ગુરુના શતાબ્દી મહોત્સવમાં મને હાજર જોઈને જો કલામ સાહેબ પૃથ્વી પર હાજર હોત તો મને કહેત કે પ્રમુખસ્વામી મહારાજ તમારા રક્ષક છે. કારણકે સાચા ગુરુ હંમેશા ભક્તની રક્ષામાં હોય છે.
ભવ્ય પ્રવેશદ્વાર અને જ્યોતિ ઉદ્યાન જોઈને ભારતની ભવ્યતાનો અનુભવ થાય છે
ચેરમેન – હાઇ લેવલ કમિટી ઓન અર્બન પ્લાનિંગ અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, નિવૃત IAS ઓફિસર, કેશવ વર્મા જણાવતા કહે છે કે આજે 600 એકર જમીનમાં પથરાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું વિચારું છું કે આ જાદુ કઈ રીતે થયું? ભવ્ય પ્રવેશદ્વાર અને જ્યોતિ ઉદ્યાન વગેરે જોઈને ભારતની ભવ્યતાનો અનુભવ થાય છે.
અહીંની વ્યવસ્થા અને પ્રબંધનને જોઈને હું ખૂબ જ અભિભૂત છું અને નગર સર્જન કરીને તમે આપણી સાચી શક્તિ પ્રદર્શિત કરી છે. મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા વિશ્વનાં અનેક દેશોમાં પહોંચી છે અને અનેક દેશોમાં સ્વાગત કરવામાં આવે છે. કારણકે તેમને મેનેજમેન્ટની વ્યાખ્યા જ બદલી નાખી છે. હું BAPS સંસ્થાની મદદ માંગું છું ટકાઉ શહેરી વિકાસ યોજનાઓમાં સહયોગ કરવા માટે.
BAPS ના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જણાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે આપણો જન્મ ગુરુહરિને રાજી કરવા માટે જ થયો છે. એમની મરજી સચવાય એના માટે જ આપણો જન્મ છે. ગુરુ કહે તે ઉગમણી દિશા. ગુરુની મરજી એ આપણું જીવન બને તો અનંત જન્મોનું કામ થઈ જાય.ગુરુનું વાક્ય એ બ્રહ્મવાક્ય એમ જ માનવું. કારણ કે તેમનામાં રહીને ભગવાન જ બોલે છે. ગુરુના વિશે અત્યંત નિર્દોષભાવ રાખવો. આ સમજણ સાથે જીવન જીવવાનું છે. આપણે ગુરુને જ રાજી કરવાનો વિચાર રાખવો.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 20 ડિસેમ્બરે કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેનાર સંભવિત મહાનુભાવોમાં ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસના ડો. સચ્ચિદાનંદ જોશી, મંદિર સ્થાપત્યના નિષ્ણાંત જી. બી. દેગલુરકર, ભારતીય વાસ્તુવિજ્ઞાનના વિદ્વાનના શ્રીકૃષ્ણ જુગનુ, CEPT યુનિવર્સિટીના પ્રમુખ બિમલ પટેલ અને અન્ય આર્કિટેક્ટસમાં જીતેન્દ્ર પટેલ, રવીન્દ્ર વસાવડા, સ્નેહલ શાહ, સી. બી. સોમપુરા, યતીન પંડ્યા હાજર રહેશે.
આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેનાર સંભવિત મહાનુભાવો/ વક્તાઓમાં અજમેરા ગ્રુપ ઓફ કંપનીઝના રજનીકાંત અજમેરા, ટેક્સ કન્સલ્ટન્ટના રાહુલ પટેલ રહેશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Local 18, Pramukh Swami Maharaj Shatabdi Mahotsav