Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના 11 તાલુકામાં હવે સિંહ વસવાટ કરી રહ્યા છે. સિંહ અનેક વખત ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડતા હોય છે અને સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સોમનાથ – ભાવનગર નેશનલ હાઇવે પર બે સિંહ લટાર મારતા કેમેરામાં કેદ થયા છે.
અચાનક વાહનો ઉભા રહી ગયા
જાફરાબાદ પાસેથી પસાર થતાં સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવે પર બે સિંહ આવી ચડ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાવ મીઠાપુર ગામ પાસે મધ્ય રાત્રે રોડ ઉપર વાહનો ધમધમાટ ચાલી રહ્યા હતા અને અચાનક વાહનો થંભી ગયા હતા.હાઈવે ઉપર અચાનક બે સિંહ આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાહનો ઉભા રહી ગયા હતા.
હાઈવે ઉપર બન્ને સિંહ શાંતિથી રોડ ક્રોસ કરી અને જંગલ તરફ શિકારની શોધમાં જતા રહ્યા હતા. વિડિયો વાહન ચાલકો દ્વારા મોબાઈલમાં ઉતારી લીધા હતો.બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યો છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર