Friday, December 23, 2022

SSG હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ શરૂ, 575 બેડની સુવિધા કરાઈ, પ્રતિદિન 150 જેટલા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ | 7 oxygen plants started in SSG hospital, 575 beds provided, 150 suspected patients tested per day

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
20-20 હજાર લિટરની બે ટેન્ક ઉપલબ્ધ છે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર પ્રાણવાયુનું ઉત્પાદન કરે છે.  - Divya Bhaskar

20-20 હજાર લિટરની બે ટેન્ક ઉપલબ્ધ છે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર પ્રાણવાયુનું ઉત્પાદન કરે છે. 

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો વેરિયન્ટ BF.7ના કેસોને લઈ તંત્ર એલર્ટ થયું છે. સમગ્ર વિશ્વમાં ભયાનક સ્થિતિનો પરચો બતાવી કોરોનાએ અસંખ્ય લોકોના જીવ લીધા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ સુભાનપુરામાં રહેતી 61 વર્ષીય વૃદ્ધાને અમેરિકાથી પરત ફર્યાના અઠવાડિયા બાદ બીમાર પડતાં શંકાસ્પદ કોરોનાના કેસના પગલે રિપોર્ટ કઢાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહીં તેનું જિનોમ સિક્વન્સિંગ કરતા આ નમૂનો BF.7 હોવાનું પૂરવાર થયું હતું. પરંતુ આ કેસ ત્રણ મહિના અગાઉનો હોય કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં SSG માં આજથી ઓક્સિજનના તમામ 7 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અને એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

સયાજી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા
વડોદરામાં કોરોના સંક્રમણને લઈને સયાજી હોસ્પિટલ ખાતે 575 બેડ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ અહીં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે. હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી. બીજી બાજુ છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન 150 જેટલા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

SSG હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે મોકડ્રિલ શરૂ કરવામાં આવ્યા છે.

SSG હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે મોકડ્રિલ શરૂ કરવામાં આવ્યા છે.

VMC દ્વારા કોઈ ગાઈડલાઈન નહીં
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોઈપણ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી નથી. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ કોર્પોરેશન દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ કોઈ પણ ગાઈડલાઈન બહાર નથી પરાઈ પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસથી કોર્પોરેશન પગલાં લેશે.

BA.5.1.7 અને BF.7 વેરિયન્ટનાં લક્ષણ
એક્સપર્ટનું કહેવું છે કે, આ વેરિયન્ટના લક્ષણ જૂના વેરિયન્ટની જેમ જ હશે, પરંતુ એક નિશ્ચિત સમયની સાથે જ સામે આવશે. માનવ શરીરમાં દુખાવો આ વેરિયન્ટનું મુખ્ય લક્ષણ છે. જે લોકોમાં આનાં લક્ષણ નથી દેખાતા અને તેઓ સંક્રમિત છે તો તેઓ પણ સંક્રમણ ફેલાવી શકે છે.

હાલમાં 40 હજાર લીટર જેટલા લિકવિડ મેડીકલ ઓક્સિજન છે.

હાલમાં 40 હજાર લીટર જેટલા લિકવિડ મેડીકલ ઓક્સિજન છે.

સયાજી હોસ્પિટલમાં તૈયારી
આ અંગે માહિતી આપતા મેડિકલ ઓફિસર જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રને લઈ ઓક્સિજન પ્લાન્ટ માટે મોકડ્રિલ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં એસેસજીમાં 7 ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે. 5 થી 5500 લીટર પ્રતિ મિનિટ ઓક્સિઝન ઉત્પાદન કરતો પ્લાન્ટ SSGમાં સક્રિય કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં 20-20 હજાર લિટરની બે ટેન્ક ઉપલબ્ધ છે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર પ્રાણવાયુનું ઉત્પાદન કરે છે.

22 આઇસોલેશન ઉપલબ્ધ છે
આ અંગે મેડિકલ સુપ્રીડેન્ટન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે BF.7 જે કેસ આવેલ છે જે 3 મહિના અગાઉ છે અને હોમ એસોલશનની સારવારના અંતે સંપૂર્ણ પણે સ્વસ્થ થયેલા છે. કોરોનાના ત્રણ વેવ આવીને ગયા છે ત્યારે લોકોને અપીલ કરું છું કે લોકમેળો, હાથ મિલાવવા, વારંવાર હાથ ધોવા અને માસ્ક લગાવવું આ તમામ બાબતો ધ્યાનપૂર્વક લેવાય તો ચોથી વેવમાં પણ કઈ પ્રોબ્લેમ નહીં આવે. તમામ વેન્ટિલેટર, ઓક્સિજન તથા બેડ સહિતની સુવિધાઓ તૈયાર છે. હાલમાં 40 હજાર લીટર જેટલા લિકવિડ મેડીકલ ઓક્સિજન છે. હાલમાં 22 આઇસોલેશન ઉપલબ્ધ છે અને જરૂરિયાત મુજબ અમે તૈયારી કરીશું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: