Tuesday, December 13, 2022

Stock Market Closing 13th December 2022 Know Top Gainers And Losers

Stock Market Closing, 13th December 2022: ભારતીય શેરબજારમાં  થઈ રહેલો ઘટાડો આજે અટક્યો હતો. સેન્સેક્સ 402.73 પોઇન્ટના વધારા સાથે 62533.30 પોઇન્ટ અને નિફ્ટી 110.85 પોઇન્ટના વધારા સાથે 18608 પોઇન્ટ પર બંધ રહ્યા. પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 4 ટકા તેજી જોવા મળી હતી, જ્યારે આઈટી ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો અને રિયલ્ટી ઈન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો થયો હતો. પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 4 ટકા તેજી જોવા મળી હતી, જ્યારે આઈટી ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો અને રિયલ્ટી ઈન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો થયો હતો.  

Top 5 Gainers

News Reels

Top 5 Losers

સવારે તેજી સાથે થઈ હતી શરૂઆત

વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતોની અસર આજે સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ જોવા મળી હતી. છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો ચાલુ હતો જે આજે  સવારે અટક્યો હતો. આજે સવારે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62130.57ની સામે 170.10 પોઈન્ટ વધીને 62300.67 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18497.15ની સામે 27.25 પોઈન્ટ વધીને 18524.4 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં આઈટી સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. 

સોમવારે થયું હતું સપાટ ક્લોઝિંગ

સોમવારે સેન્સેક્સ 51.1 પોઇન્ટના ઘટાડા સાથે 62130.75 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.55 પોઇન્ટ વધારા સાથે 18497.15 પર બંધ રહી હતી.

એશિયન બજારોમાં ઉછાળો

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લીલા નિશાન પર ખુલ્યા હતા અને તે લાભ સાથે કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.17 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.29 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.24 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સાઉથ કોરિયાનું શેરબજાર આજે 0.15 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યું છે.

વિદેશી રોકાણકારોમાં વેચવાલી  

ભારતીય મૂડીબજારમાંથી વિદેશી રોકાણકારોના નાણાં ઉપાડવાની પ્રક્રિયા પણ છેલ્લા સપ્તાહથી ચાલી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાંથી 138.81 કરોડના શેર વેચીને નાણાં પાછા ખેંચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 695.60 કરોડના શેર ખરીદ્યા છે.