ગાંધીનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગુડા પાસેથી નકશા મેળવી ખોદકામ કરવા બિલ્ડરોને સૂચના આપી
કુડાની ટીપી 19 અને નવ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતા ગુડાએ નાખેલી વીજલાઈન કપાઈ જવાના કિસ્સા બની રહ્યા છે. જેને પરિણામે ગુડા વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ડુલ થવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે. આથી ગુડાએ આ ટીપી વિસ્તારમાં ખોદકામ કરતા પહેલા અંડર ગ્રાઉન્ડ નાખેલી પાઇપલાઇન તેમજ વીજ લાઈનના નકશા ગુડા પાસેથી મેળવીને ખોદકામ કરવા બીલ્ડરોની સૂચના આપી છે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પોતાની ટીપી વિસ્તારમાં આવાસ યોજનાઓ અંતર્ગત આવાસો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત ટીપી વિસ્તારમાં ડામરના પાકા રોડ, સ્ટ્રીટ લાઈટો, ગટર લાઈન, પીવાના પાણીની પાઇપલાઇન, વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન સહિતની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આવાસ યોજના અંતર્ગત ગોળા દ્વારા ડ્રો કરીને લાભાર્થીઓને આવાસ સોંપી દેવામાં આવ્યા હોવાથી હાલમાં લાભાર્થીઓ પરિવાર સાથે આવાસમાં રહેણા કરી રહ્યા છે ત્યારે ઘોડાની ટીપી 19 અને નાઇન વિસ્તારમાં આવારા અવારનવાર વીજળી ડૂલ થવાના કિસ્સા બની રહ્યા છે. ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ બંધ થવાના કિસ્સાથી અંધારપટ છવાઈ જાય છે. જેને પરિણામે સ્થાનિકોને હાલાકી છે.
ગુડાની આ ટી પી વિસ્તારમાં અવારનવાર ઉઠતી આવી સમસ્યાઓને લઈ ગુડા દ્વારા ટીપી 9 અને 19 વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા પોતાની સ્કીમોનો બાંધકામ કરી રહ્યા છે. ઉપરાંત પોતાની સ્કીમો માટે માળખાકીય સુવિધાઓ જેવી કે ગટર લાઈન, પીવાના પાણીની લાઈન, વીજ લાઈન, વરસાદી પાણીના નિકાલની લાઈન નાખવા માટે આડેધડ ખોદકામ કરી રહ્યા છે. જેને પરિણામે ગુડા દ્વારા અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવેલી વીજળીની લાઇન, ગટર લાઈનો, વરસાદી પાણીના નિકાલની લાઈનો તૂટી જવાના કિસ્સાઓ બની રહ્યા છે.
જેમાં વીજ લાઈન કપાઈ જવાથી રોડની સ્ટ્રીટ લાઈટો બંધ થવાના કિસ્સા બનતા હોવાનું ગુડાના ધ્યાનમાં આવ્યું છે. આથી ગુડા દ્વારા 9 અને 19 વિસ્તારના બિલ્ડરોને પોતાની સ્કીમ માટે માળખાકીય સુવિધા માટે ખોદકામ કરતા પહેલા ગુડા પાસેથી અંડર ગ્રાઉન્ડ નાખેલી વીજ લાઈન, ગટર લાઈન, પાણીની લાઇન, વરસાદી પાણીના નિકાલની લાઈનનો નકશો મેળવી લેવાનો રહેશે નકસાના આધારે ખોદકામ કરાય તેવી સૂચના આપી છે.