ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત
છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલી કડકડતી ઠંડીને કારણે અહીંનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવે જ્યાં લોકો વહેલી સવારે અને મોડી સાંજે તાપણાની મદદથી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, ત્યાં મેદાનોમાં પાર્ક કરાયેલા વાહનોના વિન્ડશિલ્ડ અને છત પર બરફની ચાદર છવાઈ જોવા મળે છે. ઘાસના મેદાનોમાં ઝાકળ જામી જતાં ચારેબાજુ સફેદ ચાદરનો નજારો જોવા મળે છે.
આ પણ વાંચો: રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં કડકડતી ઠંડી શરૂ, કોલ્ડ વેવની આગાહી
ક્યાં સુધી રહેશે આવી ઠંડી?
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, ક્રિસમસ પછી નવા વર્ષ સુધી પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડશે. મતલબ કે આગામી દિવસોમાં અહીં આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકોને પણ કડકડતી ઠંડી ઠુઠરાવશે.
નોંધનીય છે કે, ગુજરાતમાં પણ આખરે આજે સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થયો છે. ડિસેમ્બરના અંતમાં ઠંડીના જબરદસ્ત ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડા પવનોને લીધે પારો ગગડ્યો હતો. જે બાદ આજે રાતે થ્રીજાવતી ઠંડી જોવા મળી હતી. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cold weather, Mount Abu