- Gujarati News
- Local
- Gujarat
- Bhavnagar
- Sugam Song, News Reading, Drawing Competition Was Held At Shishuvihar Sanstha, Bhavnagar, More Than 500 Students From Different Colleges Will Participate.
ભાવનગર22 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુમીટોમો કેમિકલ્સ દ્વારા તા.24 અને 25 ડિસેમ્બરને શનિ અને રવિવાર બે દિવસ માટે ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન કોલેજ વિભાગની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુગમ ગીત, સમાચાર વાંચન તથા તત્કાલ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

વિજેતાઓને એવોર્ડ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે
આજે તા.24 ડિસેમ્બરને શનિવારે સવારના સમયે કોલેજ વિભાગની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં સુગમ ગીત, સમાચાર વાંચન, ડિબેટ સ્પર્ધા સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે બપોરે બાદ લોકગીત તથા લોકનૃત્ય સ્પર્ધામાં અસલ કાઢીયાવાડી રંગમાં સ્પર્ધકો લોકોના મન ડોલાવશે. આવતીકાલેને રવિવારના રોજ સવારે ડિબેટ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્રૂપ સોંગ જેવી સ્પર્ધા યોજાશે, જ્યારે બપોરે બાદ મોબાઈલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે અને ત્યારબાદ વિજેતાઓને એવોર્ડ અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે.

બે દિવસ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાઓ યોજાશે
સુમીટોમો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થા ખાતે એક્સપ્રેસનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં બે દિવસ દરમિયાન જુદી-જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસ દરમિયાન 500થી જુદી જુદી કોલેજના સ્પર્ધકો ભાગ લેશે. શીશુવિહાર સંસ્થાના પટાંગણમાં ઍક્સેલ એક્સપ્રેશન 2022 અંતર્ગત જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શનિવારના રોજ સુગમ ગીતમાં 23, સમાચાર વાંચન 35 તથા ડિબેટ સ્પર્ધા 18 સ્પર્ધકો ભાગ લીધો હતો, આ કાર્યક્રમમાં વનરાજસિંહ ચાવડા, ચેતન ભાઈ પરમારએ ભારે જહેમત ઉઠાવી હતી.
