- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Theft In The House Of The Associate Director Of The Company In Warsaw And The House Of The Accountant In Chani, Brother Assaulted The Sister In Wadi.
વડોદરા8 મિનિટ પહેલા
- કૉપી લિંક

- બાપોદમાં ચોરીના બે કેસમાં સંડોવાયેલ શખ્સ ઝડપાયો, મકપુરામાં ઘરમાંથી દારૂ જપ્ત
શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજીવકુમાર કશ્મીરસિંગ યાદવ ડેલોઇટ કંપનીમાં એસોસિયેટ ડાયરેક્ટર તરીકે નોકરી કરે છે. નાતાલની રજાઓ હોવાથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુરતના સુવાલી બીચ ખાતે ફરવા ગયા હતા. દરમિયાન તેમના પડોશીએ ફોન કરી જણાવ્યું હતું કે તેમના ઘરનું તાળું તૂટેલું છે અને સામાન વેરવિખેર છે. રાજીવ યાદવે ઘરે આવી તપાસ કરતા ઘરની તિજોરીમાં રહેતા સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ 4 લાખ 30 હજારનો મુદ્દામાલ ચોરાઇ ગયો હતો. જે અંગે તેમણે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છાણીમાં પિતાના ઘરે ગયેલા એકાઉન્ટન્ટના ઘરમાં ચોરી
શહેરના છાણી વિસ્તારમાં આવેલ મારુતિ હાઇટ્સમાં રહેતા કીર્તિકુમાર વિનુભાઇ પટેલ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેઓ ગત 17 ડિસેમ્બરના રોજ પિતાની તબિયત સારી ન હોવાથી ઘરે તાળુ મારી વતન કરજણના અણસ્તુ ગામે ગયા હતા. દરમિયાન બીજા દિવસે ઘરે પરત ફરી જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ 1 લાખ 45 હજારની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
વાડીમાં કૌટુંબિક બહેનના તેરમાની વિધિમાં ગયેલી બહેન પર ભાઇનો હુમલો
શહેરના વાડી પોમલી ફળિયામાં રહેતા મહિલા તેજલબેન સેવાળે ગઇકાલે કાકાની દીકરીના તેરમાની વિધિ માટે જેસિંગરાવની પાગા બરાનપુરા ખાતે ગયા હતા. જ્યાં તેજલબેનના મોટાભાઇ એકતાભાઇ જયસ્વાલ ત્યાં હાજર હતા. તેમણે તેજલબેનને બોલાવી કહ્યું હતું કે, તું અહીંયા કેમ આવી તને સમાજમાં કોઇ બોલાવતું નથી. તું અહીંથી જતી રહે તેમ કહી ઉશ્કેરાઇ જઇ લાફા મારવા લાગતા તેજલબેન પડી ગયા હતા અને તેમને પેવર બ્લોક વાગતા માથામાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાર બાદ આ મામલે વાડી પોલીસ સ્ટેશનમાં ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.
બાપોદમાં ચોરીના બે ગુનામાં સંડોવાયેલ જશપાલ શિકલીગર ઝડપાયો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કિશનવાડી ચાર રસ્તા પાસેથી બાપોદ વિસ્તારમાં થયેલા ચોરીના બે ગુનામાં સંડોવાયેલ જશપાલ ગુરુમુખસીંગ શિકલીગર (રહે. આજવા રોડ, એકતાનગર ઝૂંપડપટ્ટી)ને ઝડપી લીધો હતો. આરોપી છેલ્લા સાત મહિનાથી ચોરીના ગુનામાં ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો.
મકરપુરામાં મકાનમાંથી 62 હજારનો દારૂ જપ્ત
શહેરના મકરપુરા ગામમાં આવેલ વલ્લભ કોલોનીમાં રહેતા આસીફ અલાઉદ્દીન શેખ દારૂનો ધંધો કરે છે તેવી બાતમી પીસીબીને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડી તેના ઘરમાંથી 385 બોટલ જેની કિંમત 62 હજાર થાય છે તે જપ્ત કરી હતી. તેમજ આરોપી આસીફ શેખને પણ દબોચી લીધો હતો.