વલસાડ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ખાતે તમામ મોટરીંગ પબ્લીક માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ટેક્નિકલ ખામીને કારણે તા.28 અને 29મી ડિસેમ્બરના રોજ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન એપોઈમેન્ટ ધરાવતા અરજદારોની એપોઈમેન્ટ કચેરી દ્વારા રીશિડ્યુલ કરી આપવામાં આવશે એમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વલસાડની અખબારી યાદીમાં જણાવાયું છે.

વલસાડ RTO કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોના પાકા લાયસન્સ માટે ડ્રાંઇવિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આજ રોજ કાર અને બાઇકની ટેસ્ટ માટે બનાવવામાં આવેલા ટ્રેકનું સર્વર ક્રેસ થતા ટેક્નિકલ ટીમને સર્વરની કામગીરી કરવા બોલાવવામાં આવ્યા છે. વલસાડ RTO કચેરી ખાતે 28 અને 29 ડિસેમ્બરે ટેક્નિકલ સર્વેલન્સની ટીમ ટ્રેક ઉપર ક્રેસ થયેલા સોફ્ટવેરનું રીપેરીંગ કામગીરી હાથ ધરશે જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ 2 દિવસ માટે બંધ રહેશે. 2 દિવસ દરમ્યાન જે અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઈમેન્ટ લીધી હશે તેમને કચેરી દ્વારા અરજદારને પ્રાધાન્ય આપીને રીશિડ્યુલ કરી આપવામાં આવશે એમ ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, એમ એચ ગજેરાએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

