Abhishek Gondaliya, Amreli:બાબરા ગામના ખેડૂતે કાળી તલ્લી વાવી અનોખું સાહસ કર્યું છે.બાબરાણા ખેડૂત વિપુલભાઈ કારેટિયાએ તલ્લીનું વાવેતર કર્યું છે. વિપુલભાઈએ 25 વિઘા જમીનમાં ચાર વિઘામાં કાળી તલ્લીનું વાવેતર કર્યું છે.વિપુલભાઈ અને પોતાના પિતા બંને નક્કી કર્યું હતું કે,ઉનાળામાં લેવાતો પાક શિયાળામાં વાવી અને સાહસ કરવું છે અને શિયાળામાં ન થાતી તલ્લીનું વાવેતર કર્યું છે.
એક વિઘામાં 800 ગ્રામ તલ્લીનું બિયારણ જોઈએ
વિપુલભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી ખેતી કરી છે અને પોતાની આજે 32 વર્ષની ઉંમર છે. ઉનાળાનો પાક શિયાળામાં શું કામ ન લઈ શકાય ત્યારે આ તલ્લીના પાકનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતુ અને પોતાના ચાર વિઘા જમીનમાં કાળીતલ્લીનું વાવેતર કરાયું છે.એક વિઘામાં 800 ગ્રામ તલ્લીનું બિયારણનું વાવેતર કરાયું છે. આજે તલ્લીમાં ફ્લાવરિંગ આવતા ખૂબ ખુશ થયા હતા.
શિયાળામાં કોઈ ખેડૂત તલ્લી નું વાવેતર કરતા નથી. ઉનાળામાં પાકતી જાત મોટાભાગના ખેડૂતો તલ્લીનું વાવેતર ઉનાળામાં કરે છે. પરંતુ વિપુલભાઈએ સાહસ એજ સિદ્ધિ સાથે તલ્લીનું વાવેતર કર્યું હતું અને આજે બે માસ થયા છે. સંપૂર્ણ તલ્લીમા ફ્લાવરિંગ લાગતા ખુશી અનુભવતા હતા.જણાવ્યું હતું કે,આ પહેલો અનુભવ અને તાલુકામાં પહેલા ખેડૂત છે, જેણે શિયાળામાં તલ્લી નું વાવેતર કર્યું છે.પોતાની 25 વિઘામાં અન્ય પણ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર