જામનગર4 મિનિટ પહેલા
- કૉપી લિંક

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીનો નવો ઘાતક વેરિયન્ટ પ્રસરતા અને કેન્દ્ર -રાજ્ય સરકાર દ્વારા તે માટેની માર્ગદર્શિકા જાહેર થતાં જ નવનિયુક્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગર સ્થિત ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલની રુબરૂ મુલાકાત લીધી હતી. જેમાં જીજી હોસ્પિટલની અંદર આવેલી હોસ્પિટલના અધિક્ષકની કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં હોસ્પિટલના ડૉક્ટરો સહિત અધિકારીઓ હાજર રહ્યા અને કોરોનાની સંભવિત લહેરની તૈયારીની જીણવટ ભરી માહિતી મેળવી તમામ તૈયારીની સમીક્ષા કરી હતી.

જરૂરી સૂચનો તંત્રને આપ્યાં
હોસ્પિટલના તબીબી અધિક્ષકને સાથે રાખી કોવિડના અલાયદા વોર્ડ, બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, તબીબોની સજ્જતા સંબંધી સમીક્ષા કરી વિગતો મેળવી હતી. તેમજ તબીબો સાથે આ અંગે ખાસ ચર્ચા વિચારણા કરી અને જરૂરી સુચનો તંત્રને આપ્યા હતા. આ મુલાકાત વેળાએ ભાજપના ડૉ. વિમલ કગથરા પણ જોડાયાં હતા.


