દ્વારકા ખંભાળિયા3 મિનિટ પહેલા
- કૉપી લિંક

દ્વારકા યાત્રાધામ હોવાથી જગત મંદિર, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા તથા નાગેશ્વર જેવા તીર્થ સ્થળો હોવાથી દરરોજ માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, યાત્રિકો અહીં પધારતા હોય છે. જેને લીધે એસટી બસો તથા ખાસ કરીને રેલવેમાં લોકો મુસાફરી કરતા હોય છે. યાત્રિકોને ભીડને ધ્યાને લઈ રેલ્વે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે સંદર્ભે મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચની સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ જે ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે તેની વિગતો નીચે મુજબ છે.
- 09479/09480 રાજકોટ ઓખા સ્પેશિયલ ટ્રેનમાં 04/01/23થી રાજકોટથી અને 03/01/23થી ઓખાથી બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.
- 19571/19572 રાજકોટ પોરબંદર સ્પેશિયલ ટ્રેનમાં 04/01/23થી રાજકોટથી અને 04/01/23થી પોરબંદરથી બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવનાર છે.
અન્ય સમાચારો પણ છે…