Saturday, December 24, 2022

Villages including Juna Borbhatha Bet in Ankleshwar taluka are known for green coriander used in all vegetables in the kitchen. – News18 Gujarati

Aarti Machhi, Bharuch: તમામ જાતના બનાવવામાં આવતા શાકમાં લીલા ધાણા વાપરવામાં આવે છે રસોડાનું કોઈપણ શાક લીલા ધાણા વિના ભાગેજ બનતું હોય છે. દેશ-વિદેશોની તમામ હોટલો રેસ્ટોરન્ટો અને દેશી ધાબા ઉપર પણ લીલા ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે.

લીલા ધાણા માટે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ, ખાલપીયા સહિતના ગામની જમીનો અનુકૂળ છે. જેથી આ ગામના ખેડૂતો મોટી માત્રામાં ક્યારા પાડીને લીલા ધાણા અને લીલી શાકભાજીનું વાવેતર કરે છે.

લીલા ધાણા સ્થાનિક બજારમાં 250 થી 300ના ભાવે

ગામની સીમમાં ખેડૂતોએ તૈયાર કરેલા ક્યારાઓમાં પકવેલ લીલા ધાણા અંકલેશ્વરની એપીએમસી સહિત શાક માર્કેટમાં વેચાણ અર્થે લાવવામાં આવે છે. ધાણા 250 થી 300 સુધી કિલોના ભાવે વેચાણ થાય છે.બાપદાદાના સમયથી ચાલી આવતી ખેતીને યુવા ખેડૂતોએ યથાવત રાખી અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામમાં રહેતા વિજયભાઈ કાંતિભાઈ પટેલ લીલા ધાણા,

ડુંગળી, મૂળા સહિતની લીલી શાકભાજી ઉગાડે છે. વિજયભાઈ પટેલ છેલ્લા ઘણા સમય થીથી લીલી શાકભાજીનું વાવેતર કરે છે. આ ખેડૂત બાપ દાદાઓના સમયથી લીલા ધાણા ડુંગળી,મૂળાની ખેતી કરતા આવ્યા છે. આ ખેડૂત હાલમાં પણ આ ખેતી કરી રહ્યા છે.

લીલા ધાણાનો ઉપયોગ સ્વાદ,સુગંધ મેળવવા લીલા ધાણા મોટાભાગે ખમણ,  પ્રકારના શાક,વિવિધ પ્રકારની દાળના વઘાર,ઈડલીના વઘાર ઉપર તેમજ પાણીપુરીના પાણી બનાવવા સહિત રસોઈમાં સ્વાદ અને સુગંધ મેળવવા કરવામાં આવે છે. અંકલેશ્વરની જમીન ઉપર પાકતા લીલા ધાણા સ્થાનિક બજારોમાં મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmers News, Local 18