ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રીવાબાને 77,630 વોટ મળ્યા, જ્યારે AAPના કરમુરને 31,671 વોટ મળ્યા. કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા 22,180 મતો સાથે ત્રીજા ક્રમે છે. જામનગર ઉત્તર બેઠક પર રસપ્રદ મુકાબલો હતો. આ બેઠક પર રવિન્દ્ર જાડેજાએ તેમની પત્ની માટે જોરદાર પ્રચાર કર્યો હતો. જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ટીમની બહાર ચાલી રહ્યો છે. હવે પત્નીના શપથ લીધા બાદ રવિન્દ્ર જાડેજા ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યા છે. જાડેજાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પત્નીની તસવીર શેર કરી છે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટનો એ દુર્લભ રેકોર્ડ જેને તૂટતા 4 દાયકા લાગ્યા… અનિલ કુંબલેનો જાદુ સૌથી યાદગાર
રવીન્દ્ર જાડેજાએ પીળી સાડી પહેરેલી પત્ની રીવાબાની તસવીર શેર કરતી વખતે ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું છે. જાડેજાએ લખ્યું છે, “નમસ્તે!! હવે મારે તમારો પરિચય આપવાની જરૂર નથી. તમારી પોતાની ઓળખ છે. લાંબો રસ્તો પસંદ કરજો. #mlagujarat #78NorthJamnagar
આ પહેલા જાડેજાએ તેમની પત્નીની વિધાનસભામાં શપથ લેતા બે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ બે તસવીરો શેર કરતાં જાડેજાએ ગુજરાતીમાં લખ્યું છે કે, “રીવાબાએ આજે ગુજરાત વિધાનસભામાં જામનગર (ઉત્તર)ના 78મા ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી યોગેશભાઈ પટેલની સામે શપથ લીધા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, નવનિયુક્ત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian cricketer, Motivation, Tweet