Saturday, December 3, 2022

પતિના વિયોગમાં પત્નીએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો,કચરો ફેંકવા બાબતે ઝઘડો થતા પાડોશીએ યુવકને ઢોરમાર માર્યો | Wife ends life by hanging herself due to husband's separation, Neighbor thrashes youth due to quarrel over throwing garbage

રાજકોટ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

રાજકોટના રેલનગરમાં પિતાના ઘરે રહેતા કાજલબેન હકાભાઈ નૈયા (ઉં.વ.28) એ ગતરોજ ઘરે પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની પરિવારને જાણ થતાં તાત્કાલિક સારવારમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બે વર્ષ પહેલા લગ્ન કરનાર કાજલબેનના પતિનું કેટલાક સમય પહેલા મૃત્યુ નીપજ્યું હતું . ત્યારબાદથી તે પિતાના ઘરે રહેતા હતા. જેમને પતિના વિયોગમાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

પતિ સાથે બોલાચાલી થતા પરિણીતાએ એસિડ પીધું
રાજકોટ નજીક નવાગામમાં રહેતી પરિણીતા ગઈકાલે સાંજે ઘરે હતી ત્યારે તેની નાની દીકરી રડતી હોઈ એટલે તેના પતિને કહ્યું હતું કે તમે છોકરી ને રાખો એટલે હું ઘર નું કામ કરી લવ તો તેના પતિ એ કીધું હજી તો હું કામ પર થી આવ્યો છું થોડીક વાર ખમ પછી બાર લઈ જાવ એઉ કહેતા બોલાચાલી થતા પરિણીતાએ તેના ઘરે એસિડ પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી પરિણીતાનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.

કચરો ફેંકવા બાબતે ઝઘડો થતા પાડોશીએ યુવકને ઢોરમાર માર્યો
ફરિયાદી રાકેશભાઈ મનુભાઈ સોલંકી (ઉ.વ.21) એ જણાવ્યું હતું કે, ગઇકાલે તેમની માતા ટીનાબેન અને પડોશી રોહિત ભવન પરમાર સાથે શેરીમાં કચરો નાખવા બાબતે ઝઘડો થયો હતો. જે મામલે ફરિયાદી અને તેની માતા રોહીતને સમજાવવા જતા રોહિત અને તેની સાથેના દિનેશ અને તેનો પિતરાઈ ભાઈ સહિતનાઓએ ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો અને લોખંડના પાઈપથી મારમાર્યો હતો મારમારીમાં ઘવાયેલા માતાપુત્રને સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.રત્નુંએ હુમલો કરનાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

નામચીન આરોપી ઇભલાને મેથીપાક ચખાડતી પોલીસ
રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતા અને 50થી વધુ ગુન્હા આચરનાર અને છ વખત પાસામાં જઇ આવેલા કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો અને તેની ગેંગે ગુરૂવારે રાત્રે મોરબી રોડ પર મહિલા એએસઆઇની ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી.ઇભલાનો ભાઇ તથા તેનો મિત્ર નંબર પ્લેટ વગરના ત્રણ વાહનો સાથે નીકળતા આ અંગે પોલીસે પુછપરછ કરતા ઇભલા અને તેની ગેંગે ધમાલ કરી જાહેરમાં જ ઝપાઝપી કરી ધમકી પણ આપી હતી.પોલીસે તમામ આરોપીઓને ઝડપી આકરી સરભરા કરી હતી. અને આજે બી ડિવિઝન પોલીસે આરોપી ઇભલાને ઘટના સ્થળ પર લઈ આવી ઘટનાનું ડેમોસ્ટ્રેશન કર્યું હતું.

બુટલેગર હાર્દિકે પોલીસને ક્લીનચિટ આપી
ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા મહત્વની કાર્યવાહી કરી હતી. જેમાં ગોકુલધામ ક્વાર્ટર ખાતે ખુલ્લેઆમ દારૂ વેંચતા નામચીન બૂટલેગર હાર્દિક સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે બુટલેગર હાર્દિકનાં પરિવારની ઉશ્કેરાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં માલવીયાનગર પોલીસ મથકે દોડી ગઈ હતી. અને માલવિયાનગર પોલીસના અધિકારીઓની રહેમ નજરે દેશીદારૂનો વેપાર કરતા હોવાનો આક્ષેપ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓએ ખુદ પોલીસ હપ્તા લઈને દારૂનો ધંધો કરવાની છૂટ આપતી હોવાનો આરોપ લગાવવામાં આવતા પોલીસ કાર્યવાહી સામે લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. ત્યારે આજે આ મામલે બુટલેગર હાર્દિક દ્વારા પોલીસને ક્લીનચિટ આપતો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો.

કઈ રીતે વીડિયો બનાવ્યો તે અંગે સવાલો ઉઠ્યા
આ વીડિયોમાં બુટલેગર હાર્દિક કહે છે કે,’વિજિલન્સે કેસ સારો બતાવવા સ્થળ પરથી દારૂનો વધારે માત્રામાં જથ્થો બતાવ્યો હતો અને વિજિલન્સના પરમારની જગ્યાએ તેમનો માણસ ચિરાગ પૈસા લઈ જતો હોવાનો ઉલ્લેખ તેણે કર્યો હતો. આ ઉપરાંત માલવિયા પોલીસને કોઈ હપ્તો ન આપતો હોવાનો કર્યો ઉલ્લેખ પણ તેણે કર્યો હતો. નોંધનીય છે કે પોલીસ રિમાન્ડ અને જેલ હવાલે કરવાના સમય દરમિયાન બુટલેગર હાર્દિકે કઈ રીતે વીડિયો બનાવ્યો તે અંગે સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: