Wednesday, December 7, 2022

World Championship: મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો, ઓલિમ્પિક ચેમ્પિયનને પાછળ છોડી

મીરાબાઈ ચાનૂથી ભારતને મોટી આશા છે. ટોક્ટો ઓલિમ્પિક્સમાં પણ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે પેરિસ ઓલિમ્પિક્સ માટે પણ તે ભારતને મેડલ અપાવશે એવી આશા છે.

World Championship: મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો, ઓલિમ્પિક ચેમ્પિયનને પાછળ છોડી

Mirabai Chanu એ સિલ્વર મેડલ જીત્યો

વિશ્વ ચેમ્પિયનશિપથી સારા સમાચાર આવી રહ્યા છે. ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ સાથે જ મીરાબાઈએ પેરિસ ઓલિમ્પિક માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. મીરબાઈએ 200 કિલોગ્રામ કુલ વજન ઉઠાવીને સિલ્વર મેડલને પોતાને નામ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી કાંડાની સમસ્યાથી પીડાઈ રહેલી મીરાબાઈએ મંગળવારે તેણે આ કમાલ કર્યો હતો. મીરાબાઈએ સ્નૈચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામ વજન ઉઠાવ્યુ હતુ. આમ તેણે 200 કિલો વજન ઉઠાવીને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ મેળવ્યો હતો.

મીરાબાઈ ચાનુ લાંબા સમયબાદ પરત ફરી છે, તેને કાંડામાં ઈજાને લઈને સમસ્યા હતા અને તે રમતથી દૂર રહી હતી. આ દરમિયાન હવે પૂર્વ વિશ્વ ચેમ્પિયન મીરાબાઈ ચાનુ હવે રમતમાં પરત ફરીને જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે. મીરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ત્રીજો અને બીજો ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રથમ વાર કોઈ ઈવેન્ટમાં હિસ્સો લઈ રહી છે. આ સાથે જ તેણે પોતાનુ શાનદાર પ્રદર્શન રજૂ કર્યુ છે. મીરાબાઈની કેટેગરીમાં અનેક દિગ્ગજો પણ હાજર હતા અને એમ છતાં પણ તે ઈવેન્ટમાં મેડલ જીતવામાં સફળ રહી હતી.

પેરિસ માટે મજબૂત દાવો

ઈવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનની જિયાંગ હુઈહુઆને મળ્યો જેણે કુલ 206 કિલો વજન ઉઠાવ્યું. બીજી તરફ ઓલિમ્પિક ચેમ્પિયન હુ ઝિઝુઈ માત્ર 198 કિગ્રા સાથે બ્રોન્ઝ મેડલ જીતી શકી અને તે મીરાબાઈથી પાછળ રહી જવા પામી હતી. આમ મીરાબાઈ બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.

કાંડાની ઈજાને લઈ મીરાબાઈ હજુ પણ સમસ્યામાં દેખાઈ રહી હતી. તેની ઈજાની અસર રમત પર પણ જોવા મળી રહી હતી. આવા જ કારણોને લઈ હાલમાં મીરાબાઈ મુખ્ય ટૂર્નામેન્ટમાં જ હિસ્સો લઈ રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં પહોંચવા માટે વિશ્વ ચેમ્પિયનશિપ ખૂબજ મહત્વની છે. આવી સ્થિતીમાં મીરાબાઈએ હિસ્સો લઈને ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને મહત્વપૂર્ણ પોઈન્ટ્સ પણ મેળવ્યા છે. જે અંતિમ ક્વોલિફિકેશન રેન્કિંગમાં ઉપયોગી થશે. મીરાબાઈની નજર હવે આવતા વર્ષે યોજાનારી 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2024 વર્લ્ડ કપ પર રહેશે, જ્યાં ભાગ લેવો તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.