દાહોદ24 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આપની મફત વીજળીની સ્કીમે કોંગ્રેસને ઝાટકો આપ્યો
દાહોદ જિલ્લામાં પ્રથમ વખત જ સ્પર્ધામાં ઉતરેલી આમ આદમી પાર્ટીના વખાણવા લાયક પ્રદર્શનથી રાજકિય પંડિતોની ગણતરી ઉંધી પડી ગઇ હતી. દાહોદ જિલ્લામાં છએ બેઠક ઉપર ફરી વળેલુ ઝાડુ કોંગ્રેસના મત વાળી જતાં તેણે વર્ષોથી જાળવી રાખેલી ત્રણ બેઠકો પણ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જિલ્લામાં માત્ર દાહોદ અને ગરબાડા બેઠકને બાદ કરતાં ઝાલોદ, ફતેપુરા, લીમખેડામાં કોંગ્રેસ કરતાં આપનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતું. દેવગઢ બારિયા બેઠક પર આપ ભલે હારી ગયુ હતુ પરંતુ તેના મતોની સંખ્યા જોતા પ્રદર્શન સારૂ ગણી શકાય તેમ છે. ગરબાડામાં ભલે કોંગ્રેસનો ઉમેદવાર બીજા ક્રમે હોય પણ તેને આપ કરતાં 1007 મત જ વધુ મળ્યા હતાં. દાહોદ બેઠક ઉપર કોંગ્રેસ આપ કરતાં 9310 મત જ વધુ મેળવી શક્યુ હતું. પ્રથમ વખત આપને મતોની મોટી ટકાવારી મળી હતી.
કઇ બેઠક પર કેટલા ટકા મત મળ્યા
બેઠક | ભાજપ | આપ | કોંગ્રેસ |
દાહોદ | 43.54 | 20.38 | 25.95 |
દે.બારિયા | 58.27 | 35.58 | 0 |
ફતેપુરા | 42.78 | 28.76 | 21.17 |
લીમખેડા | 46.13 | 43.69 | 5.38 |
ગરબાડા | 42.55 | 22.09 | 23.59 |
ઝાલોદ | 51.41 | 29.53 | 13.67 |
અન્ય સમાચારો પણ છે…