કચ્છ (ભુજ )27 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મૂળ કચ્છના અને અમદાવાદ રહેતા રોહન ભગતે કાસ્ય ચંદ્રક મેળવ્યો હતો
મધ્યપ્રદેશના જબલપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની મિક્સ માર્શલ આર્ટ ( રેસલિંગ) સ્પર્ધામાં ગુજરાત વતી 5 ખેલાડીઓએ વિવિધ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં વેલ્ટર વેઇટ કેટેગરીમાં મૂળ કચ્છના નખત્રાણાના રવાપર ગામના અને હાલ અમદાવાદ રહેતા રોહન વિનોદભાઈ ભગત નામના યુવકે જીત હાશીલ કરી સેકન્ડ રનર-અપ તરીકે રાજ્ય માટે કાસ્ય ચંદ્રક મેળવ્યો હતો. કોચ હેમાંગ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ રેસલિંગ સ્પર્ધામાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મૂળ કચ્છ યુવકની જીત બદલ રવાપર ગામમાં તેમના સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ વિશે રોહનના પિતા વિનોદભાઈ ભગતે જણાવ્યું હતું કે વતનમાં બાપ દાદાના સમયથી પરિવાર ખેતી કાર્ય કરતો આવ્યો છે. પરંતુ પુત્રને રેસલિંગનો શોખ છે અને તેથી આ વિષયમાં આગળ વધવા તેણે એસએસસી પાસ કર્યા બાદ અમદાવાદની રેસલિંગ એકેડેમીમાં જોડાઈ સતત મહેનત કરતો રહે છે. આ માટે તેંને અનેક મેડલ મળી ચુક્યા છે. જ્યાં હાલમાં તેણે મધ્યપ્રદેશમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સારો દેખાવ કરી કાસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ રમતમાં તેની સફળતાથી જરૂર ગૌરવની લાગણીની અનુભૂતિ થાય છે.