Wednesday, December 21, 2022

ખોડલધામ નરેશ પટેલ ગુજરાત રાજકારણ

રાજકોટ: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પ્રથમ વખત રાજકારણની વાત કરતા નજરે પડ્યા છે. નરેશ પટેલ સાકરીયા પરિવારના સ્નેહમિલનમાં પોતાનું વક્તવ્ય આપતા સમયે રાજકારણનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે. સાકરીયા પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત નરેશ પટેલે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જે વક્તવ્ય દરમિયાન નરેશ પટેલે સૌપ્રથમ ખોડલધામના ભૂતપૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળાને મા ખોડલના સપૂત ગણાવ્યા હતા. તો સાથે જ તેમને જંગી લીડ સાથે જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

પોતાની વાત આગળ ધપાવતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારા જેવા ને ઘણી વખત દુઃખ પણ થાય છે. ઘણી વખત લોકો કહે છે કે સમાજનું કામ કરવા બેઠા છો અને રાજકારણ પણ કરો છો. ત્યારે અત્રે અહીં બેઠેલા સાકરીયા પરિવારના કેટલાક વ્યક્તિઓને પૂછજો કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારા કામ થતા નથી. દરેક વસ્તુ થોડી થોડી કરવી જરૂરી હોય છે. કોઈ વ્યક્તિ ક્યારેય પણ મનમાં કશું રાખતી નહીં કે નરેશભાઈ આ પ્રકારના સ્ટેટમેન્ટ શા માટે આપે છે. કેટલીક વખત સ્ટેટમેન્ટ આપવા જરૂરી હોય છે તો અમે આપી દેતા હોઈએ છીએ.

આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓએ ત્રણ મહિના પહેલા કર્યો હતો સનસનીખેજ આરોપ

આમ, એકંદરે સમાજના કામ માટે, સમાજના વ્યક્તિઓના કામ માટે રાજકારણ કરવું જરૂરી હોવાનું સુર નરેશ પટેલે પોતાના સંબોધનમાં વ્યક્ત કર્યો છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Politics, ગુજરાત, નરેશ પટેલ, રાજકોટ


Related Posts: