સુરતમાં બે બિલ્ડીંગની વચ્ચે 13માં માળે પતંગની દોરીમાં ફસાયેલા કબૂતરનું ફાયરબ્રિગેડે રેસ્ક્યૂં કર્યુ | The fire brigade rescued a pigeon trapped in a kite string on the 13th floor between two buildings in Surat.

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દોરીમાં ફસાયેલા કબૂતરને ટીમે રેસ્ક્યુ કર્યું - Divya Bhaskar

દોરીમાં ફસાયેલા કબૂતરને ટીમે રેસ્ક્યુ કર્યું

ઉતરાયણ પર્વને લઇ કાતિલ દોરીથી અનેક અબોલા પક્ષીઓનો જીવ જોખમમાં મૂકાઈ છે. પતંગની દોરીમાં પક્ષીઓ ફસાતા હોવાના બનાવો બનતા હોય છે.ત્યારે ઉતરાયણ પર્વ નજીક આવતા પક્ષીઓ દોરી નો શિકાર બનતા હોવાના બનાવો સામે આવવા માંડ્યા છે.સુરતના કોઝવે વિસ્તારમાં 13 માળની બે બિલ્ડિંગ વચ્ચે પતંગના દોરમાં કબુતર ફસાયું હતું.ત્યારે ફાયર વિભાગે પતંગની દોરીમાં ફસાયેલા કબુતરનું રેક્સ્યું કર્યું હતું.અને દોરીમાંથી છોડાવ્યું હતું.

ઉતરાયણ પર્વ નજીક આવતા પક્ષીઓ દોરીનો બન્યા શિકાર

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ શહેરમાં લોકોએ પતંગ ચગાવવાની શરુઆત કરી દીધા છે. જેને લઇ પતંગની કાતિલ દોરી નો શિકાર અબોલા પક્ષીઓ બનવાનું શરૂ થઈ ગયું છે. પતંગની દોરીઓ જ્યાં ત્યાં લટકતી હોય છે.અને આ દોરીઓમાં પક્ષીઓને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

13 માળની હાઇરાઈઝ બિલ્ડીંગ વચ્ચે કબુતર ફસાયુ

સુરતના કોઝવે વિસ્તારમાં આવેલા 13 માળના હાઈરાઈઝ બિલ્ડીંગ પાસે પંતગની દોરીમાં એક કબુતર ફસાઈ ગયું હતું.બે બિલ્ડીંગ વચ્ચે પસાર થઈ રહેલા વાયરમાં પતંગની દોરી ફસાઈ હતી. પતંગની આ દોરીમાં કબુતર ફસાઈ ગયું હતું.અને તે તરફડીયા મારી રહ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિકોને થઇ હતી અને તાત્કાલિક બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ભારે જહેમત બાદ કબૂતરને કરાયું રેસ્ક્યૂ

કબુતર ફસાયા હોવાની જાણ ફાયરને કરાતા ફાયર વિભાગે અહીથી ભારે જહેમત બાદ કબુતરનું રેસ્ક્યુ કરી લીધું હતું. સુરત ફાયર ટીમ દ્વારા ઉતરાયણને લઈ પક્ષી બચાવવા માટે વિશેષ તૈયારી પણ કરી છે. ફાયર નીતિ દ્વારા વિશેષ પ્રકારની દોરી માંથી પક્ષીને રેસ્ક્યુ કરવા માટેની સ્ટીક બનાવી છે. જે 8 થી 10 માળ ઉપર ફસાયેલા પક્ષીઓને પણ દોરી કાપીને રેસ્ક્યુ કરી શકાય તે પ્રકારની બનાવવામાં આવી છે. આજ સાધનનો ઉપયોગ કરીને 13 માળના હાઈરાઇઝ બિલ્ડીંગ વચ્ચે દોરીમાં ફસાયેલા અને તરફડિયા મારતા કબૂતરને બચાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત નાનપુરા બહુમાળી બિલ્ડીંગની પાછળ પણ પક્ષી ફસાયું હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે ત્યાંથી પણ આ જ રીતે પક્ષીનું રેસ્ક્યુ કર્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post