Sunday, January 15, 2023

વડોદરામાં સેફરોન રેસ્ટોરન્ટ સહિત 13 જગ્યાના ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે મિસ બ્રાન્ડેડ જાહેર થયા | Food samples from 13 establishments including Saffron restaurant in Vadodara were found to be sub-standard or miss-branded.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/15/vmc_1673764442.jpg

વડોદરા9 મિનિટ પહેલા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાઇલ તસવીર.

શહેરમાં તહેવારો અને શિયાળાની ઋતુને ધ્યાનમાં લઇ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તરોમાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પૈકી 13 નમૂના રિપોર્ટમાં નાપાસ થયા છે. જેમાં શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ સેફરોન રેસ્ટોરન્ટના કપાસિયા તેલનો પણ સમાવેશ થાય છે.

8 નમૂના મીસ બ્રાન્ડેડ, 5 સબ સ્ટાન્ડર્ડ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્રિસમસ તેમજ શિયાળાની ઋતુને ધ્યાને લઇ શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી 8 નમુના મીસ બ્રાન્ડેડ તેમજ 5 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આવા ફુડ બિઝનેશ ઓપરેટરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

કઇ બ્રાન્ડ અને નમૂના ફેઇલ થયા

  • સેફરોન રેસ્ટોન્ટ (ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટીસ હાઇટ્સ G.F.02 સ્થિત ઇલીમેન્ટસ ગ્રૃપ ઓફ રેસ્ટોરન્ટ. માલિક- રાજેન્દ્રસીંગ શીવસીંગ બીસ્ત)ના ત્યાં લૂઝ કપાસીય તેલમાં આયોડીન વેલ્યુ ઓછું હોવાથી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે.
  • માંજલપુરમાં દીપ ચેમ્બર પાસે આવેલ ચંદ્રવિલા સોસાયટી F-15 સ્થિત બાલાજી ફુડ્સ (માલિક- સંજય જીતસીંગ રાઠોડ)ને ત્યાં લૂઝ પનીર ટિક્કા મસાલાના રિપોર્ટમાં સિન્થેટિક કલર મળી આવતા નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે.
  • કૃષ્ણમ ફરસાણ (માલિક- અખિલેશ રમેશ, વ્રજવેનુ કેમ્પલેક્ષ, વાઘોડિયા રોડ)ને ત્યાં મોહનથાળમાં સિન્થેટિક કલરની હાજરી મળી આવતા નૂમનો સબ-સ્ટાન્ડર્ડ થતાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
  • સૌરાષ્ટ્ર ટી એન્ડ નાસ્તા હાઉસ (માલિક- રમેશભાઇ મોહનભાઇ રાજપરા. દુકાન નંબર 78/1 વડસર જીઆઇડીસી)ને ત્યાંથી ચટણીમાં સિન્થેટિક કલર મળી આવતા નૂમનો સબ સ્ટાન્ડર્ડ થતાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.
  • વસંતલાલ પ્રિતમદાસ (માલિક- મનોહર વસંતલાલ ગ્યાનચંદાણી. ગજાનંદ ભવન, કોઠી રોડ, સલાટવાડા) નું રાજકમલ મરચું પાઉડરનું 500 ગ્રામનું પેક એક્સપાયર તેમજ યુઝ બાય ડેટ તેમજ લોગો દર્શાવેલ ન હતું. જેથી નમૂનો મીસ-બ્રાન્ડેડ થતા નાપાસ જાહેર થયો છે.
  • ગુરૂકૃપા ટ્રેડિંગ, (માલિક- આશીષ દામોદરભાઇ શાહ, જી.એફ.-2, સિગ્નેચર પ્લાઝા, ગોવર્ધનનાથજી હવેલી, નિઝામપુરા)ની સુગર બોઇલ્ડ કંફેકશંરી (ડેઝી) (એકલેર્સ) (કેરેમેલોસ વીથ ડાર્ક ક્રિમ ફીલ્ડ) (415 ગ્રામ)ના 100 પીસ પોલિથીન પાઉચ પર ન્યુટ્રીશનલ વેલ્યુ દર્શાવે નથી. જેથી નમૂનો મીસ બ્રાન્ડેડ જાહેર થયો છે.
  • રવીરાજ ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ (માલિક- દિલીપ રામચંદ્ર ઉભરાની. ઇ-25, સરદાર એસ્ટેટ, આજવા રોડ)ના રાજભોગ આઇસ્ક્રીમ (રવીરાજનું કંપની પેક 100 ગ્રામ પ્લાસ્ટિક કંટેનર)ના પેક પર એક્સપાયરી ડેટ, યુઝ બાય ડેટ, લોગો તેમજ ન્યૂટ્રીશનલ વેલ્યુ દર્શાવી નથી. જેથી નમૂના મીસ-બ્રાન્ડેડ તથા નાપાસ જાહેર થયા છે.
  • અલ્વી ફૂડ પ્રોડક્ટ્સ (માલિક- મોહસીન અલી મરચાવાલા, હાથીખાના, વડોદરા)નો ધનીયા પાઉડર (આલીઝ કંપની સીલ પેક 500 ગ્રામ પોલીથીન પાઉચ)ના નમૂના એક્સપાયર તેમજ યુઝ બાય ડેટ, લોગો દર્શાવ્યા વિનાના હોવાથી નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર થયા છે.
  • વિક્રમ ટ્રેડિંગ કંપની (માલિક- વિક્રમ અગ્રવાલ, હાથીખાના, ફતેપુરા)નો ડબલ હોર્સ મરચા પાઉડર (500 ગ્રામ પોલીથિન પાઉચ) એક્સપાયર, યુઝ બાય ડેટ તેમજ લોગો દર્શાવેલ ન હોવાથી નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર થયા છે.
  • શિવશક્તિ ટ્રેડિંગ (માલિક- વિજય શામનાની, હાથીખાના, ફતેપુરા)ને ત્યાંથી ક્રિષ્ણા હિંગનું કંપની સીલ પેક 50 ગ્રામ પ્લાસ્ટિક કન્ટેનર એક્સપાયર, યુઝ બાય ડેટ તેમજ લોગો દર્શાવ્યા વિનાનું મળતા મીસ બ્રાન્ડેડ થતાં નાપાસ જાહેર થયું છે.
  • એમ.આઇ.કાસુવાલા (માલિક- મોહસીન ઇકબાલ મન્સુરી. હરણખાના રોડ, પાણીગેટ, વડોદરા)ને ત્યાંથી વિક્રમ ચાનું કંપની પેક પાઉચ યુઝ બાય ડેટ દર્શાવેલ ન હોવાથી મીસ બ્રાન્ડેડ જાહેર થયું છે.
  • ગોવરધન પ્યોર ગાયનું ઘી કંપની સીલ પેક પર એક્સપાયર, યુઝ બાય ડેટ દર્શાવી ન હતી જેથી મીસ બ્રાન્ડેડ જાહેર થયું છે. આ નમૂનો અલકાપુરી વડીવાડી સ્થિત ટીનવાલા અલીઅકબર હુસેનીની સી.ઇ.એસ.સી.સી. પરથી લેવામાં આવ્યો હતો.
  • હકીમ ડેરી એન્ડ સ્વીટ (માલિક- મુહમ્મદ હમઝા હકીમ, કાંચવાલા હોલની સામે, ફતેપુરા)ના લૂઝ રાજભોગ આઇસ્ક્રીમમાં મિલ્ક ફેટ ઓછું જોવા મળતા સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: