Sunday, January 15, 2023

IND vs SL 3rd ODI: ભારત-શ્રીલંકા વચ્ચે આજે અંતિમ વનડે, વ્હાઇટ વૉશના ઇરાદે ઉતરશે ભારત, જાણો તમામ ડિટેલ્સ

IND vs SL 3rd ODI LIVE Updates: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા રોહિત શર્માની આગેવાનીમાં શરૂઆતની બન્ને મેચો જીતીને સીરીઝમાં 2-0થી કબજો જમાવી ચૂકી છે.