Tuesday, January 17, 2023

પાટણમાં રસ્તા ઉપર પતિ પત્નીને ઢોર માર મારતો હતો, 181 અભયમ સ્થળ પર પહોંચી જતા બચાવી | Husband was beating his wife on the road in Patan, 181 Abhayam was rescued on reaching the spot.

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

પાટણ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પત્નીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડી
  • ​​​​​​​સમજાવટ |આ બાબતે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી

પાટણ શહેરમાં આંતરિક કારણોસર રોષે ભરાયેલ પતિ જાહેર રસ્તા ઉપર પત્નીને ઢોર માર મારી રહ્યો હતો. જે દરમિયાન 181 અભયમ સ્થળ ઉપર પહોંચી જતાં મહિલા બચાવી લઇ શરીરે ઇજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ બાબતે મહિલાએ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

શહેરના પાટણ ચાણસ્મા હાઇવે ઉપર પતિ દ્વારા કોઈ આંતરિક કારણોસર અતિશય રોસે ભરાઈ પત્નીને ગઢડા પાટુ સાથે ઢોર માર મારી રહ્યો હતો. જે દરમિયાન 181 અભયમ પેટ્રોલિંગમાં નીકળી હોય મહિલાને જાહેર રસ્તા ઉપર માર મરાતો હોય ઊભા રહી પત્નીને છોડાવી હતી.

પત્નીને રોડ ઉપર પછાડ અને ગડદા પાટુના મારના કારણે શરીરે લોહી નીકળતું હોય દયનીય હાલતમાં મહિલાને તાત્કાલિક 181 અભયમ ની ટીમ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. પતિને આ બાબતે આક્રમક ઠપકો આપવામાં આવ્યો હતો.

પત્ની આ ઘટના બાબતે કોઈ જ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવા ના માગતી હોય ટીમે તેમનો પારિવારિક સંસાર ના બગડે તે માટે બન્ને સમજાવી આગળ કોઈ કાર્યવાહી કરી ન હતી. તેવું 181 અભયમના સૂત્રોએ જણાવ્યુ હતંુ.

અન્ય સમાચારો પણ છે…