Tuesday, January 17, 2023

Jamnagar: એવો પાક જેનું વાવેતર કર્યા બાદ થશે 70થી 80 હજારની આવક, ખેડૂત અશોકભાઇ થયા માલામાલ!

Kishor chudasama, Jamnagar: ચા કોફીની બહેન ગણાતી ચિકોરીનું જામનગર જિલ્લામાં સારું એવુ વાવેતર થતું હતું. પરંતુ હાલ અનેક પ્રતિકુળતાના પગલે આ શિયાળુ પાકની ખેતી જામનગર જિલ્લામાં ઘટી ગઈ છે અને તે માત્ર ગણ્યાગાંઠ્યા ખેડૂતો જ વાવી રહ્યા છે. પરંતુ આ પાક વાવ્યા બાદ એક હેકટર દીઠ 70થી 80 હજાર રૂપિયા સુધીની આવક થઈ શકે છે. જામનગર જિલ્લાનો લાલપુર પંથક આ પાક માટે જાણીતો હતો પરંતુ હાલ આ પાક બહુ ઓછો જોવા મળી રહ્યો છે.

20 વર્ષ થી ચિકોરીનું વાવેતર કરતા ખેડૂત અશોકભાઈ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂતો અશોકભાઈ ગાગિયાએ જણાવ્યું કે પોતે છેલ્લા 20 વર્ષથી ચિકોરીનું વાવેતર કરી લાખો રૂપિયાની કામણી કરી રહ્યા છે. હાલ ખેતરમા પાણીની તંગી હોવાથી માત્ર 5 થી 10 વિઘા જેટલી જમીનમાં વાવેતર કર્યું છે. આ ઉપરાંત ગત શાલ 10 વિઘાથી વધુ જમીનમાં ચિકોરી વાવેતર ચોમાસી સિઝનને બાદ કરી માત્ર ચિકોરીમાંથી 5 થી 6 લાખ જેટલી કમાણી કરી હતી. તેમણે જણાવ્યું કે પોતે 20 વર્ષથી ચિકોરીનું વાવેતર કરે છે. ચિકોરીના ભાવ હાલ 500 થી 600 મણ દીઠ જોવા મળી રહ્યા છે.

ભેજવાળી જમીન ઉપરાંત પુષ્કળ પાણીએ ચિકોરીની પ્રાથમિક જરૂરિયાત

ચિકોરીની સિઝન ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચાલુ થાય છે. રોપણ કરતી વખતે છોડ એક બીજાથી 15 થી 20 સેન્ટીમીટરના અંતરે અને લાઈનસર વાવવામાં આવે છે. આવી બે લાઈન વચ્ચે બેથી ત્રણ ફૂટની જગ્યા રાખવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે જ્યા જમીન ભેજવાળી ઉપરાંત જ્યા પાણી નિતારવાળી તેમજ કુદરતી દ્રવ્યોથી ભરપૂર હોય તેવી જમીન ચિકોરીને પસંદ આવે છે. વધુમાં દર અઠવાડિયે બે ત્રણ ઈંચ વરસાદ પડયો હોય એટલું મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે. ખાસ ચિકોરીની રોપણી ઠંડા વિસ્તારમાં કરવામાં આવે છે. ત્યારબાદ રોપથીના એકાદ મહિના પછી તેને નાઈટ્રોજનના પાયો ધરાવતું ખાતર આપવામાં આવે છે.

મહત્વનું છે કે ચિકોરીના બીજ છાપરાવાળી જગ્યાએ રોપવામાં આવે છે. જમીનમાં અડધા ઇંચ ઊંડા રોપવામાં આવે છે જ્યા પાંચથી છ અઠવાડિયા સુધી ઉછેર્યા બાદ ખેતરમાં રોપણી કરાઈ છે. જ્યા જરૂરી માવજત અને પુષ્કળ પાણી પછી 75થી 85 દિવસે તેની લણણી કરી લેવામાં આવે છે.

ચા કોફીમાં ચિકોરીનો ઉપયોગ

ચિકોરીને મૂળ કોફીના વિકલ્પ તરીકે વધારે ઉપયોગી હોય છે. કોફીમાં ઉપયોગ ઉપરાંત દવા બનાવવામાં પણ ચિકોરી વપરાતી હોવાની માહિતી મળે છે. વધુમાં જો મુળ માટે ખેતી કરવી હોય તો વિટલૂપ જાતિની ચિકોરીની વાવણી કરવી જોઈએ તેમ અંતમાં અશોકભાઈએ ઉમેર્યું હતું.

તમારા શહેરમાંથી (જામનગર)

First published:

Tags: Local 18, ખેડૂત, જામનગર

Related Posts: